PM Swearing-in Ceremony Date : 9 જૂનના સાંજે યોજાશે પીએમ મોદીની શપથવિધિ, સમગ્ર વિશ્વમા ભારતની ઉભરેલી વિશ્વબંધુની છબીનો લાભ આગામી પાંચ વર્ષમાં ભારતને મળશેઃ મોદી

|

Jun 07, 2024 | 6:57 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આગામી પાંચ વર્ષ ભારત માટે મહત્વના રહેવાના હોવાનું જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં વિશ્વમાં ભારતની જે વિશ્વબંધુ તરીકેની છબી બનીને ઉભરી છે, તેનો લાભ આગામી પાંચ વર્ષમાં ભારતને મળશે.

એનડીએ સંસદીય દળના નેતા પદે નરેન્દ્ર મોદીની સર્વાનુમતે વરણી કરાયા બાદ, એનડીએનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને મળીને નવી સરકાર રચવાનો દાવો કર્યો હતો. એનડીએના પ્રતિનિધિમંડળે આપેલા પ્રસ્તાવનો અભ્યાસ કર્યા બાદ, રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને આજે સાંજે બોલાવ્યા હતા અને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આગામી પાંચ વર્ષ ભારત માટે મહત્વના રહેવાના હોવાનું જણાવ્યું હતું. મોદીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં વિશ્વમાં ભારતની જે વિશ્વબંધુ તરીકેની છબી બનીને ઉભરી છે, તેનો લાભ આગામી પાંચ વર્ષમાં ભારતને મળશે.

હવે પછી રચાનારી 18મી લોકસભા એક રીતે યુવા શક્તિથી ભરપુર રહેશેનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, સામાન્ય રીતે 18 વર્ષની ઉમર એ ટીનએજને પાર કરીને યુવાઅવસ્થામાં પ્રવેશવાની ઉમર છે. એનડીએની સરકાર પાસે પાછલા 10 વર્ષના કામ કરવાનો અનુભવ છે. તેથી આગામી પાંચ વર્ષ એ ઝડપથી દેશની આશા અને આકાંક્ષાઓ પૂર્ણ કરવાનો સમય રહેશે.

Next Video