નાગપુરમાં એક ઘરમાંથી 1…2… નહીં પરંતુ 40 કોબ્રા સાપ નીકળ્યા- જુઓ Video
હાલ વરસાદી સિઝન ચાલી રહી છે અને મહારાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નાગપુરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. જ્યાં એક ઘરની અંદરથી એક-બે નહીં પરંતુ 40 કોબ્રા સાપ અને તેના બચ્ચા નીકળતા હડકંપ મચી ગયો છે.
મહારાષ્ટ્રમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી ઋતુમાં જમીનની અંદર રહેતા જીવો બહાર નીકળતા હોય છે ત્યારે નાગપુરમાં એક ભારે અજીબો ગરીબ ઘટના સામે આવી. જ્યા રાજુ ધોમાને નામના વ્યક્તિના ઘરમાંથી એકસાથે 40 કોબ્રા સાપ નીકળ્યા. આટલી મોટી માત્રામાં સાપ ને જોઈ ઘરના લોકોના જીવ પડીકે બંધાયા હતા અને આસપાસના લોકોમાં પણ ભયનું મોજુ ફરી વળ્યુ હતુ. આ ઘટનાની જાણ ચાચેરમાં વાઈલ્ડ ચેલેન્જર સંસ્થાના સાપ પ્રેમી રતન કુંભારે અને તેમના સાથીઓને થતા તેઓ તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે અત્યંત સાવચેતી રાખીને સાપને કંઈપણ પ્રકારનું નુકસાન કે ઈજા પહોંચાડ્યા વિના તેમનુ રેસ્ક્યુ કર્યુ.
ત્યારબાદ તેમણે વાઈલ્ડ ચેલેન્જર ના સર્પ પ્રેમી રતન કુંભારે વાઈલ્ડ લાઈફ કન્ઝર્વેશનના નિયમોનું પાલન કરતા રામટેક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ફોરેસ્ટ ઓફિસે સંપર્ક કર્યો અને અનુન ACF ગોવિંદ કુમાર લુચે રેંજ ઓફિસર રાહુલ શિંદેની સામે પંચનામુ કર્યુ અને ખુશી-ખુશી તેમને કુદરતી આવાસમાં છોડી દીધા. જેનાથી સાપ પ્રેમી રતન કુંભારેનો જીવ બચી ગયો.
