Breaking News : નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોર્શનના પરિવહન વિભાગની એક સાથે 5 બસ બળીને ખાખ, જુઓ Video
મહારાષ્ટ્રમાં પણ દિવસે દિવસે આગ લાગવાની ઘટના વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના સામે આવી છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોર્શનના પરિવહન વિભાગની એક પછી એક 5 બસોમાં આગ લાગી છે.
મહારાષ્ટ્રમાં પણ દિવસે દિવસે આગ લાગવાની ઘટના વધી રહી છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ફરી એક વાર આગ લાગવાની ઘટના સામે આવી છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોર્શનના પરિવહન વિભાગની એક પછી એક 5 બસોમાં આગ લાગી છે. એકા એક બસોમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટે જોવા મળ્યા હતા. આ સાથે જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો છે. NMMTએ ખાનગી કંપની પાસેથી આ 5 ઈલેક્ટ્રિક બસો ખરીદી હતી. એન્જીનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.
ભિવંડીમાં 22 ગોડાઉન બળીને ખાખ થયા હતા
બીજી તરફ આ અગાઉ મહારાષ્ટ્રના ભિવંડીમાં ફરી એક વાર ભીષણ આગની ઘટના સામે આવી હતી. રિચલેન્ડ કંપાઉન્ડ વિસ્તારમાં વિકરાળ આગ લાગતા દોડધામ થઈ હતી. કંપાઉન્ડ વિસ્તારમાં વિકરાળ આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ વિકરાળ બનતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યો હતો.પાંચ મોટી કંપની અને એક ગોડાઉનમાં આગ લાગી હતી. કે.કે.ઈન્ડિયા પેટ્રોલિયમ સ્પેશિયલિસ્ટ કંપનીમાં આગ લાગી હતી. કૈનન ઈન્ડિયા પ્રાઈવેટ લિમીટેડ કંપનીમાં આગ લાગતા 22 ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા.
મહારાષ્ટ્રના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો