Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MONEY9: જેટલા વધુ બેન્ક એકાઉન્ટ, તેટલી વધુ ઉપાધી, મિનિમમ બેલેન્સ, વાર્ષિક ચાર્જનો બોજ મફતમાં!

MONEY9: જેટલા વધુ બેન્ક એકાઉન્ટ, તેટલી વધુ ઉપાધી, મિનિમમ બેલેન્સ, વાર્ષિક ચાર્જનો બોજ મફતમાં!

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 14, 2022 | 5:35 PM

જો તમારી પાસે એકથી વધારે બેન્ક ખાતા હોય અને તેનો ઉપયોગ ન કરતા હોવ તો તેને બંધ કરાવી દેજો. આ બાબતમાં કરેલી નાનકડી ભૂલ તમને ભારે નુકસાન કરાવી શકે છે. કારણ ગમે તે હોય તમારી પાસે એકથી વધારે ખાતા હોય તો સતર્ક થઈ જવું જોઈએ.

વધારે બેન્ક ખાતા રાખવાથી કેટલું નુકસાન થાય છે? તમારી પાસે જેટલા બેન્ક એકાઉન્ટ (BANK ACCOUNT) હશે તેટલા વધારે પૈસા વાર્ષિક સર્વિસ અને અન્ય ચાર્જ (ANNUAL CHARGES)ના ભાગરૂપે ચૂકવવા પડશે. સાથે સાથે શહેર પ્રમાણે એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ (MINIMUM BALANCE) પણ રાખવું પડે છે. સ્પષ્ટ છે કે, જેટલા વધારે એકાઉન્ટ હશે તેટલો વધારે ખર્ચ દર વર્ષે મેન્ટેનન્સ ચાર્જ હેઠળ ભોગવવો પડશે. જો તમે મિનિમમ બેલેન્સ મેન્ટેઈન નહીં કરો તો તમારા પર પેનલ્ટી લગાડવામાં આવે છે. જો તમે વારંવાર પેનલ્ટી ભરશો તો તમારો સિબિલ સ્કોર ખરાબ થાય છે અને તેના કારણે ભવિષ્યમાં લોન લેવામાં મુશ્કેલી પડી શકે છે.

જ્યારે તમે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો છો, ત્યારે તેમાં તમામ બેન્ક એકાઉન્ટ નંબરની સાથે તેમના IFSC કોડ લખવા જરૂરી છે. સાથે સાથે સમગ્ર નાણાકીય વર્ષમાં બચત ખાતામાં થયેલી કુલ આવક અને ટ્રાન્ઝેક્શનની સંપૂર્ણ વિગતો આપવી જરૂરી છે. ઘણી બધી બેન્કોમાં એકાઉન્ટ હોવાથી રિટર્ન ભરતી વખતે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી શકે છે. એટલું જ નહીં, આવક અને જાવક વચ્ચે સમતોલન સાધવું મુશ્કેલ થઈ શકે છે અને ઘણી તકનીકી સમસ્યાનો સામનો કરવો પડે છે.

આ પણ જુઓ:  પર્સનલ બેલેન્સ શીટ બનાવી ના હોય તો વહેલી તકે બનાવી લેજો

આ પણ જુઓ:  નોકરી બદલો ત્યારે PFનું શું કરશો?

g clip-path="url(#clip0_868_265)">