MONEY9: તમારા પગારમાંથી ઘણો બધો ટેક્સ કપાય છે? તો સેલેરી રિસ્ટ્રક્ચર કરાવો, ટેક્સ બચાવો

MONEY9: તમારા પગારમાંથી ઘણો બધો ટેક્સ કપાય છે? તો સેલેરી રિસ્ટ્રક્ચર કરાવો, ટેક્સ બચાવો

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 14, 2022 | 5:11 PM

મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને સેલેરી રિસ્ટ્રક્ચર કરવાનો વિકલ્પ આપે છે. જેના નામ જુદી જુદી કંપનીઓમાં જુદા જુદા હોઇ શકે છે. જેમ કે પાર્ટ બી, ફ્લેક્સિ. પંરતુ હેતુ એક જ હોય છે, સેલેરીને બે ભાગમાં વહેંચીને ટેક્સ બચાવી લેવાનો.

મોટાભાગની કંપનીઓ પોતાના કર્મચારીઓને સેલેરી રિસ્ટ્રક્ચર (SALARY RESTURCTURE) કરવાનો વિકલ્પ આપે છે. જેના નામ જુદી જુદી કંપનીઓમાં જુદા જુદા હોઈ શકે છે. જેમ કે PART-B, ફ્લેક્સિ. પરંતુ હેતુ એક જ હોય છે, સેલેરી (SALARY)ને બે ભાગમાં વહેંચીને ટેક્સ બચાવવાનો. ધારોકે, તમારો પગાર 1 લાખ રૂપિયા હોય તો તમે 1 લાખની સેલેરીમાં ફ્લેક્સી પે (FLEXY PAY) દ્વારા ઘણાં ટેક્સ ફ્રી એલાઉન્સ લઈ શકો છો. તમે આ એલાઉન્સ માટે બિલ જમા કરાવી શકો છો. તમે પેટ્રોલ, મોબાઈલ, ઈન્ટરનેટ, એન્ટરટેઈન્મેન્ટ વગેરે ખર્ચા પર ટેક્સ બચાવીને વધુ ઈનહેન્ડ સેલેરી લઈ શકો છો.

નિષ્ણાતોનું કહેવું છે કે કર્મચારીને માહિતી ન હોવાને કારણે તેઓ આ ફાયદાનો લાભ ઉઠાવી શકતા નથી. તેઓ તક હોવા છતાં ટેક્સ નથી બચાવી શકતા. જરૂરી છે કે તમે નોકરીના જોઈનિંગ સમયે HR સાથે વાત કરીને જો વિકલ્પ હોય તો સેલેરીના બે ભાગ કરીને ટેક્સ જરૂર બચાવો. તમને સલાહ છે કે તમારા HR ડિપાર્ટમેન્ટને વિવિધ પ્રકારના એલાઉન્સિસ અંગે પૂછો. તેની મહત્તમ મર્યાદા અને તેને લેવાની રીતોને સમજો. મોટાભાગે નાણાકીય વર્ષની શરૂઆતમાં આ પ્રકારના એલાઉન્સ પસંદ કરવાનો વિકલ્પ મળે છે.

આ પણ જુઓ:

શું હોય છે CTC અને તેમાં શેનો સમાવેશ થાય છે?

આ પણ જુઓ: 

સોનાનો ડિજિટલ અવતાર – રોકાણ કરવું કે નહીં?

g clip-path="url(#clip0_868_265)">