MONEY9: હોલ્ડિંગ કંપનીઓમાં રોકાણ કરવાથી ખરેખર ફાયદો થાય છે? જાણો વિગતવાર વિશ્લેષણ આ વીડિયોમાં

MONEY9: હોલ્ડિંગ કંપનીઓમાં રોકાણ કરવાથી ખરેખર ફાયદો થાય છે? જાણો વિગતવાર વિશ્લેષણ આ વીડિયોમાં

Divyesh Nagar
| Edited By: | Updated on: Mar 16, 2022 | 7:17 PM

ઘણા લોકો કહે છે કે હોલ્ડિંગ કંપનીઓમાં પૈસા લગાવવા જોઇએ કારણ કે તેના શેર સસ્તા હોવાની સાથે તેમાં કમાણી પણ સારી હોય છે. પરંતુ, શું હોલ્ડિંગ કંપનીઓમાં ખરેખર પૈસા કમાવવાની તક છે? ચાલો આ મુદ્દાના મુળ સુધી પહોંચીએ.

હોલ્ડિંગ કંપનીઓના શેયર સસ્તા હોય છે અને તેમાં કમાણી (RETURN) વધુ થાય છે તેમ માનીને રોકાણ કરતા પહેલાં હોલ્ડિંગ કંપની (HOLDING COMPANY) એટલે શું તે જાણી લેવું જરૂરી છે. આ એવી કંપનીઓ હોય છે, જે ગ્રુપની અન્ય કંપનીઓમાં કન્ટ્રોલિંગ સ્ટેક રાખવા માટે તૈયાર કરવામાં આવે છે. ઘણીવાર તેમનો માઈનોરિટી સ્ટેક પણ હોય છે. સમજવાની વાત એ છે કે ઘણીવાર હોલ્ડિંગ કંપનીઓનો પોતાનો કોઈ બિઝનેસ નથી હોતો. પરંતુ તે ફક્ત ગ્રુપની કંપનીઓમાં જ રોકાણ (INVESTMENT) કરે છે. હવે ટાટા સન્સને જ જોઈ લો. કેટલીક હોલ્ડિંગ કંપનીઓ ગ્રુપ કંપનીઓમાં સ્ટેક રાખવાની સાથે બિઝનેસમાં પણ હોય છે, જેમકે HDFC લિમિટેડ. હવે તમે વિચારતા હશો કે છેવટે તેની વેલ્યૂ કેવી રીતે નક્કી થાય છે? તો થાય છે એવું કે ગ્રુપની કંપનીઓમાં હોલ્ડિંગ કંપનીના રોકાણની વેલ્યૂને જ તેના પોર્ટફોલિયોની વેલ્યૂ માનવામાં આવે છે.

સેન્ટિમેન્ટ પર ચાલે છે ખેલ

ચાલો દેશની કેટલીક હોલ્ડિંગ કંપનીઓ પર નજર નાંખીએ. JSW હોલ્ડિંગ એક NBFC છે, જે JSW ગ્રુપની કંપનીઓમાં પૈસા લગાવે છે. બજાજ હોલ્ડિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ, પિલાની ઈન્વેસ્ટમેન્ટ, STEL હોલ્ડિંગ, કિર્લોસ્કર ઈન્ડસ્ટ્રીઝ, મેક્સ ઈન્ડિયા, આવું જ હોલ્ડિંગ કંપનીઓમાં છે. હોલ્ડિંગ કંપનીઓના શેરોના સસ્તા મળવાની કોઈ નિશ્ચિત ફૉર્મ્યુલા નથી. આ આખો ખેલ સેન્ટિમેન્ટ પર ટકેલો છે.

હોલ્ડિંગ કંપનીના શેર સસ્તા કેમ હોય છે

HDFC સિક્યોરિટીઝ એક એનાલિસિસથી ખબર પડે છે કે હોલ્ડિંગ કંપનીઓના શેયર સામાન્ય રીતે પોતાની હિસ્સેદારીવાળા શેરો, પ્રોપર્ટી કે એસેટની ફેર વેલ્યૂના મુકાબલે સસ્તા મળે છે. થાય છે એવું કે પ્રમોટર પોતાની કંપનીઓના શેર સામાન્ય રીતે નથી વેચતા. પરંતુ જો તેઓ વેચશે તો પછી કંપનીના શેરોમાં ઘટાડો થવા લાગશે. આવા સંજોગોમાં ન તો હોલ્ડિંગ કંપનીના પ્રમોટર શેર વેચશે અને ન તો તેમના સાચા વેલ્યુએશનની ખબર પડશે. આ જ કારણ છે કે આ શેરોનું મૂલ્યાંકન ડિસ્કાઉન્ટ પર કરવામાં આવે છે. શેરોના ટ્રાન્સફર પર લાગતો ટેક્સ પણ નીચા વેલ્યૂએશનનું એક કારણ બને છે.

જોખમી પરિબળો

કોઈપણ હોલ્ડિંગ કંપનીને સામાન્ય કંપનીની જેમ ન જુઓ. તે સસ્તા મળે છે તો તેમાં ઘણાં જોખમ પણ હોય છે. જેનું કારણ એ છે કે હોલ્ડિંગ કંપનીની બેલેન્સ શીટમાં ફક્ત 3 મુખ્ય આઈટમ હોય છે, લાયબિલિટીની રીતે ફક્ત ઈક્વિટી કેપિટલ અને એસેટની દ્રષ્ટિએ ફક્ત તેમના દ્વારા કરવામાં આવેલું રોકાણ અને હાલનો ટ્રેડિંગ સ્ટોક. એટલે આવી કંપનીઓનું વેલ્યુએશન સંપૂર્ણ રીતે તેમના દ્વારા કરવામાં આવેલા રોકાણની વેલ્યૂ પર આધારિત હોય છે. આ જ જોખમની વાત છે. ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું હશે તો કેટલાકના શેર વધશે તો કેટલાકના ઘટશે.

હવે જો તમને ખબર હોય કે કોઈ કંપની કાર બનાવી રહી છે કે સાબુ તો તેના બિઝનેસનો અંદાજો લગાવવો સરળ હોય છે. પરંતુ હોલ્ડિંગ કંપનીમાં રોકાણ કરતી વખતે તમારે તેમની હિસ્સેદારીવાળી બધી કંપનીઓના બિઝનેસ પર નજર રાખવી પડશે. આ કામ ઘણું જટીલ છે. એટલે તમે હોલ્ડિંગ કંપનીમાં રોકાણ કરી રહ્યાં છો તો આ બધા જોખમનું ધ્યાન રાખો.

આ પણ જુઓ: શેરનો ભાવ વધશે કે ઘટશે? કેવી રીતે પડે ખબર?

આ પણ જુઓ: આ રીતે શોધી કાઢો કંપનીના ગોટાળા, નહીં થાય શેરમાં નુકસાન

g clip-path="url(#clip0_868_265)">