MONEY9: શું આમ આદમી માટે ઘર ખરીદવું ગજા બહાર થઈ જશે?

કન્સ્ટ્રક્શન માલસામાનની કિંમતોમાં થયેલા ભારે ઉછાળાને કારણે બાંધકામ-ખર્ચ વધી ગયો છે. સ્ટીલ, લોખંડ, કૉપર, એલ્યુમિનિયમ વગેરેના ભાવ વધ્યા છે. ઈંધણ મોંઘું થયું એટલે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી છે. લેબર કોસ્ટ પણ વધી છે. પરિણામે, પ્રોપર્ટીના ભાવમાં 10% સુધીનો વધારો થયો છે. 

Divyesh Nagar
| Edited By: | Updated on: May 04, 2022 | 3:07 PM

કન્સ્ટ્રક્શન માલસામાનની કિંમતોમાં થયેલા ભારે ઉછાળાને કારણે બાંધકામ-ખર્ચ વધી ગયો છે. સ્ટીલ, લોખંડ, કૉપર, એલ્યુમિનિયમ સિમેન્ટ વગેરેના ભાવ વધ્યા છે. ઈંધણ (FUEL) મોંઘું થયું એટલે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી છે. લેબર કોસ્ટ (LABOUR COST) પણ વધી છે. પરિણામે, પ્રોપર્ટી (PROPERTY)ના ભાવમાં 10% સુધીનો વધારો થયો છે.  ઉદાહરણ સાથે સમજીએ તો નડિયાદમાં રહેતા કાર્તિકે ઘર ખરીદવાનો મનસૂબો બનાવી લીધો હતો. બેન્કમાં અરજી કરી દીધી હતી અને તે મંજૂર પણ થઈ ગઈ હતી. એટલું જ નહીં, તેણે ગમે તેમ કરીને ડાઉન પેમેન્ટની પણ વ્યવસ્થા કરી લીધી હતી. પરંતુ કાર્તિકનું ઘર ખરીદવાનું સપનું પૂરું થતાં-થતાં અટકી ગયું. કારણ કે, એક તરફ બિલ્ડર્સે ડિસ્કાઉન્ટ આપવાનું બંધ કરી દીધું અને બીજી તરફ ભાવ 7થી 10 ટકા સુધી વધી ગયા. આથી, કાર્તિકને ઘર ખરીદવાની યોજના હાલ પૂરતી તો માળિયે ચઢાવવાની ફરજ પડી છે. ઓછામાં પૂરું, મોંઘી થઈ રહેલી લોન પણ તેના દરવાજે દસ્તક દઈ રહી છે. 

પહેલાં તો એ સમજીએ કે ઘરના ભાવ આખરે વધ્યા શા માટે? 

ઘર બનાવવા માટે ઉપયોગી સામાનના ભાવ તો છેલ્લા એક વર્ષથી વધી રહ્યા છે. સિમેન્ટ, લોખંડ, કૉપર, એલ્યુમિનિયમ, વગેરે કન્સ્ટ્રક્શન કોમોડિટીમાં મોંઘવારીનું ચણતર થયું છે. છેલ્લાં એક વર્ષમાં સિમેન્ટ 22 ટકા મોંઘો થયો છે. સ્ટીલના ભાવ 30 ટકા વધી ગયા છે તો કોપર અને એલ્યુમિનિયમના ભાવ પણ વિક્રમ ઊંચાઈએ પહોંચ્યા છે. પેટ્રોલ, ડીઝલ મોંઘાં થયા એટલે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ વધી ગઈ અને વધારે મજૂરી આપ્યા સિવાય તો મજૂરો પણ મળતાં નથી. 

રિયલ એસ્ટેટ કંપની કૉલિરસના એક રિપોર્ટ પ્રમાણે કન્સ્ટ્રક્શનના કુલ ખર્ચમાં 67 ટકા હિસ્સો તેમાં ઉપયોગમાં લેવાયેલા સામાનનો હોય છે અને 28 ટકા હિસ્સો લેબરનો હોય છે, જ્યારે બાકીનો પાંચ ટકા હિસ્સો ઈંધણ પાછળ થાય છે. આ ત્રણેય કોસ્ટમાંથી એક પણ કોસ્ટ એવી નથી, જ્યાં ભાવવધારો ના થયો હોય. છેલ્લાં એક વર્ષમાં કન્સ્ટ્રક્શન કોસ્ટમાં 10થી 12 ટકાની વૃદ્ધિ થઈ છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો કન્સ્ટ્રક્શન ખર્ચ ગયા વર્ષના માર્ચમાં પ્રતિ ચોરસ ફૂટ 2,060 રૂપિયા હતો, જે વધીને 2,300 રૂપિયા સુધી પહોંચ્યો છે. ઈન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શનનો ખર્ચ પણ વધ્યો છે. 

એક તો રિયલ એસ્ટેટ સેક્ટર મંદીમાં ઘેરાયેલું હતું, તેમાં પાછો લૉકડાઉનનો માર પડ્યો, એટલે માંગ ઘટી ગઈ અને ઓછામાં પૂરું કન્સ્ટ્રક્શન કોસ્ટ વધી એટલે નાછૂટકે બિલ્ડર્સને ઘરના ભાવ વધારવાની ફરજ પડી છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી કંપની પ્રૉપટાઈગરના રિપોર્ટ પ્રમાણે જાન્યુઆરીથી માર્ચ 2022 દરમિયાન દેશના મુખ્ય 8 શહેરોમાં ઘરનું વેચાણ વાર્ષિક ધોરણે 7 ટકા વધ્યું છે, સાથે સાથે આ જ સમયગાળામાં ઘરના ભાવ પણ 7 ટકા વધ્યા છે. આ ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે. 

કૉલિરસના રમેશ નાયર કહે છે કે સિમેન્ટ, સળિયા અને અન્ય કન્સ્ટ્રક્શન માલસામાનના ભાવમાં હજુયે વધારો થવાની શક્યતા છે. રમેશ નાયરનું માનવું છે કે ચાલુ વર્ષના ડિસેમ્બર સુધીમાં ઘર બનાવવાના ખર્ચમાં 8થી 9 ટકા સુધીનો વધારો થઈ શકે છે.  આમ, એક વાત તો સ્પષ્ટ છે કે એફોર્ડેબલ હાઉસ ખરીદવાનું સપનું જોઈ રહેલાં કાર્તિક જેવા લોકોએ વધારે પૈસા ખર્ચવા માટે તૈયાર રહેવું પડશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">