AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Master: મોબાઈલમાં શા માટે આપવામાં આવે છે ત્રણ કેમેરા? જાણો તેનો શું છે ઉપયોગ

Tech Master: મોબાઈલમાં શા માટે આપવામાં આવે છે ત્રણ કેમેરા? જાણો તેનો શું છે ઉપયોગ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 8:44 AM
Share

પહેલા જ્યાં સ્માર્ટફોનમાં એક જ કેમેરા (Camera) હતો ત્યાં હવે બે-ત્રણ કેમેરા પણ આવવા લાગ્યા છે. જેમ જેમ સ્માર્ટફોનમાં કેમેરાની સંખ્યા વધી રહી છે તેમ તેમ મોબાઈલથી લીધેલા ફોટાની ગુણવત્તામાં પણ સુધારો થઈ રહ્યો છે.

મલ્ટિપલ કેમેરાવાળા સ્માર્ટફોન (Smartphone) આજે ટ્રેન્ડમાં છે. તેઓ બે અથવા વધુ કેમેરા ધરાવે છે. માર્કેટમાં ટ્રિપલ રિયર કેમેરાવાળા સ્માર્ટફોનનો દબદબો છે. અલબત્ત, એક કરતાં વધુ લેન્સ હોવાને કારણે ફોટોની ગુણવત્તામાં પણ ઘણો સુધારો થયો છે. સમય સાથે, સ્માર્ટફોન કેમેરાની સંખ્યા વધી રહી છે. પહેલા જ્યાં સ્માર્ટફોનમાં એક જ કેમેરા (Camera) હતો ત્યાં હવે બે-ત્રણ કેમેરા પણ આવવા લાગ્યા છે. જેમ જેમ સ્માર્ટફોનમાં કેમેરાની સંખ્યા વધી રહી છે તેમ તેમ મોબાઈલથી લીધેલા ફોટાની ગુણવત્તામાં પણ સુધારો થઈ રહ્યો છે.

ઘણી સ્માર્ટફોન કંપનીઓ હવે ફોનમાં ત્રણથી વધુ કેમેરા લાવવા પર કામ કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે, સ્માર્ટફોનની પાછળના અનેક કેમેરાનો ક્રમ નિશ્ચિત નથી. એવું નથી કે પહેલો કેમેરો પ્રાથમિક કેમેરા છે. આ કેમેરા કોઈપણ ક્રમમાં લાગેલા હોય શકે છે. આ સિવાય ત્રીજા કેમેરાની મદદથી ખૂબ જ દૂરની વસ્તુને ઝૂમ કરીને તેનો સ્પષ્ટ અને શ્રેષ્ઠ ગુણવત્તાનો ફોટો લઈ શકાય છે. આ દરમિયાન ફોટો ફાટશે નહીં કે ઝાંખો પણ નહીં થાય.

સિંગલ કેમેરા

આ પ્રાથમિક કેમેરા પણ કહેવામાં આવે છે. તે કોઈપણ સ્માર્ટફોનનો મુખ્ય કેમેરા છે. આ કેમેરા વગર કોઈ ફોટો લઈ શકાતો નથી. ઑબ્જેક્ટ (જે વસ્તુનો તમે ફોટો લેવા માંગો છો) પર ફોકસ આ કેમેરાને કારણે છે. એક કેમેરા એક સમયે માત્ર એક જ ઑબ્જેક્ટ પર ફોકસ કરી શકે છે. જો સ્માર્ટફોનનો પ્રાઈમરી કેમેરો ખરાબ છે, તો તમે એકથી વધુ કેમેરાવાળા સ્માર્ટફોન સાથે ફોટો લો તો તે સારો આવશે નહીં.

ડ્યુઅલ કેમેરા

ઑબ્જેક્ટના બેકગ્રાઉન્ડને બ્લર કરવાનું કામ બીજા કેમેરા દ્વારા કરવામાં આવે છે. તેને બોકા ઈફેક્ટ પણ કહેવામાં આવે છે. તેમજ આ કેમેરાની મદદથી ફોટોની લાઇટ ઇફેક્ટ પણ વધે છે. એટલે કે જે સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા છે તેમાંથી લીધેલા ફોટામાં બેકગ્રાઉન્ડને બ્લર કરી શકાય છે. ઉપરાંત, જો તે ફોટા ઓછા પ્રકાશમાં લેવામાં આવે છે, તો તે એક કેમેરા કરતાં વધુ સારા આવે છે. જો કે કેટલાક એવા સ્માર્ટફોન છે જેમાં માત્ર એક જ કેમેરા હોય છે, પરંતુ તે ડ્યુઅલ કેમેરા તરીકે કામ કરે છે એટલે કે બેકગ્રાઉન્ડને બ્લર કરે છે.

ફોનમાંથી લીધેલા ફોટાની ગુણવત્તા સોફ્ટવેર અને હાર્ડવેર પર નિર્ભર કરે છે

જો સિંગલ કેમેરા વાળા સ્માર્ટફોન વડે લીધેલા ફોટોમાં બેકગ્રાઉન્ડ બ્લર થઈ ગયું હોય તો તેનો અર્થ એ છે કે તે ફોટો માત્ર સોફ્ટવેરની મદદથી જ લેવામાં આવ્યો છે. એટલે કે બે કેમેરાનું કામ એક કેમેરા દ્વારા કરવામાં આવ્યું છે. જો કે, સિંગલ કેમેરાવાળા સ્માર્ટફોનથી આવા ફોટાની ગુણવત્તા થોડી નબળી હોય છે.

ડ્યુઅલ કેમેરાથી બ્લર બેકગ્રાઉન્ડ સાથે ફોટા લેતી વખતે, હાર્ડવેર સોફ્ટવેર સાથે પણ કામ કરે છે. આવી સ્થિતિમાં, પહેલો કેમેરો તે વસ્તુ પર ફોકસ કરે છે જેનો ફોટો લેવામાં આવે છે અને બીજો કેમેરો બેકગ્રાઉન્ડને બ્લર કરે છે. તેથી, બે કેમેરાવાળા સ્માર્ટફોનમાંથી લેવામાં આવેલ બેકગ્રાઉન્ડ બ્લર સાથેનું ચિત્ર એક કેમેરાવાળા સ્માર્ટફોન કરતાં વધુ સારું છે.

ટ્રિપલ કેમેરા

ટ્રિપલ કેમેરામાંથી બે સિંગલ અને ડ્યુઅલ કેમેરાની જેમ ઉપયોગમાં લેવાય છે, પરંતુ ત્રીજા કેમેરાનો ઉપયોગ ફોટોગ્રાફીને નવો અનુભવ આપે છે. ત્રીજો કેમેરો આ કામમા આવે છે. ક્યારેક રાત્રે લેવાયેલ ફોટો સારો નથી હોતો. આવી સ્થિતિમાં, ત્રીજા કેમેરાનો ઉપયોગ વધુ પ્રકાશ માટે પણ થઈ શકે છે જેથી રાત્રે પણ લેવામાં આવેલ ફોટો શ્રેષ્ઠ પ્રકાશ સાથે સારી રીતે આવી શકે. ટ્રિપલ કેમેરાવાળા સ્માર્ટફોનમાં એક કેમેરાનું અપર્ચર ઓછું કરવામાં આવે છે, જેથી કેમેરાની અંદર વધુ લાઈટ જઈ શકે અને ફોટો સારો આવી શકે.

આપણે સિંગલ અથવા ડ્યુઅલ કેમેરાના ફોટામાં જોઈએ છીએ તેટલું આપણી આંખો કેપ્ચર કરી શકતી નથી. સામાન્ય રીતે ડ્યુઅલ કેમેરા ફોનનો વ્યુઇંગ એંગલ 78 ડિગ્રી હોય છે. ઉકેલ ત્રીજા કેમેરામાંથી મેળવવામાં આવે છે. ત્રીજા કેમેરાની મદદથી વાઈડ એંગલ (120 ડિગ્રી સુધી) તસવીર લઈ શકાય છે. એટલે કે, જો તમે ગ્રૂપ ફોટો લઈ રહ્યા છો અને કોઈ વ્યક્તિ જમણી અને ડાબી બાજુથી કેમેરામાં આવી શકતી નથી, તો આવી સ્થિતિમાં ટ્રિપલ કેમેરા તમારી મદદ કરી શકે છે.

મોબાઈલની ટેકનિકલ બાબતોને લઈ અમારી આ ખાસ સિરીઝમાં અમે મોબાઈલ સ્ક્રીનના પ્રકારો તથા બેટરીમાં mAh શું હોય છે તેમજ RAM અને ROM શું છે તેમજ Resolution શું છે તેના વિશે વિગતે માહિતી આપી છે, જે વાંચવા અહીં ક્લિક કરો, આવી જ રસપ્રદ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો, અમે ટૂંક સમયમાં આ વિષય પર વધુ માહિતી અને કંઈક નવું લઈને આવીશું.

Published on: May 21, 2022 04:00 PM
g clip-path="url(#clip0_868_265)">