મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, વીડિયો આવ્યો સામે

મુંબઈના મલાડ વિસ્તારમાં ડિંડોશીમાં આવેલી આઠ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી. આગ લાગ્યા બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ અંગેની માહિતી ફાયર બ્રિગેડને આપવામાં આવી હતી, જેમના ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

| Updated on: Mar 28, 2024 | 3:54 PM

મુંબઈમાં મલાડ ઈસ્ટના રોડ પર આવેલી વર્ધમાન ગારમેન્ટની દુકાનમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિક લોકોએ આગ જોતાની સાથે જ સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી અને માહિતી મળતાની સાથે જ 8 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. સ્થાનિક અહેવાલો અનુસાર મલાડમાં ગુરુવારે, 28 માર્ચે આઠ માળની કોમર્શિયલ બિલ્ડિંગના પાંચમા માળે આગ ફાટી નીકળી હતી.  આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.

ટીમ આગ ઓલવવામાં લાગી હતી

અધિકારીઓએ જણાવ્યું કે ઈમારતનો પાંચમો અને છઠ્ઠો માળ ધુમાડાથી ભરાઈ ગયો હતો. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા છ ફાયર એન્જિન અને અન્ય વાહનોને આગ બુઝાવવાની કામગીરી માટે સ્થળ પર મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત મુંબઈ પોલીસ, મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને અન્ય એજન્સીઓના કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

એક નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે આગ સવારે 11.30 વાગ્યાની આસપાસની જાણ કરવામાં આવી હતી અને તે મલાડ પૂર્વમાં દફતારી રોડ પર સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સના પાંચમા અને છઠ્ઠા માળ પરની કેટલીક દુકાનો સુધી મર્યાદિત હતી. તેમણે કહ્યું કે હાલમાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">