Breaking News: મુખ્યમંત્રીએ સ્ટેજ છોડ્યું… ગુંડાગીરીના એક સવાલ પર ‘મમતા બેનર્જી’ લાલઘૂમ, લાઈવ શોમાં સર્જાયો ‘વિવાદ’

| Updated on: Apr 10, 2026 | 7:47 PM

પ્રેસિડેન્સી કોલેજની એક વિદ્યાર્થિનીએ જ્યારે મમતા બેનર્જીને સત્તા પક્ષના અમુક નેતાઓ દ્વારા થતી ગુંડાગીરી અને તેમના ખરાબ વર્તન પર સવાલ કર્યો, ત્યારે મુખ્યમંત્રીએ આ વાતને સંપૂર્ણપણે નકારતા તે વિદ્યાર્થિનીને સીપીએમ (CPM) તેમજ એસએફઆઈ (SFI) ની કેડર ગણાવી દીધી હતી.

પ્રેસિડેન્સી કોલેજની વિદ્યાર્થિનીએ જ્યારે મમતા બેનર્જીને સત્તાધારી પક્ષના અમુક નેતાઓના ખરાબ વર્તન અને ગુંડાગીરી વિશે પ્રશ્ન પૂછ્યો, ત્યારે મમતા બેનર્જીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, તમે સીપીએમ (CPM) ના કેડર છો અને અહીં હાજર લોકોમાંથી તમે માત્ર 50% જ છો. તેમણે ગુસ્સામાં કહ્યું કે, સીપીએમ અને માઓવાદીઓ સાથે મળીને કામ કરી રહ્યા છે. તેઓ આવા માઓવાદી વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપશે નહીં.

વિદ્યાર્થિની તરફ ઈશારો કરતા તેમણે તેને એસએફઆઈ (SFI) કેડર ગણાવી હતી અને હોસ્ટના સમજાવવા છતાં પણ તેમણે આક્ષેપ કર્યો હતો કે, અહીં માત્ર માઓવાદી સંગઠનોના પસંદગીના લોકોને જ ભેગા કરવામાં આવ્યા છે. અંતે, પોતાની પ્રતિષ્ઠાનો હવાલો આપીને “હું માઓવાદીઓ સાથે બેસી શકું નહીં” તેમ કહીને તેઓ અધવચ્ચેથી સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા.

Breaking News : ભાજપની મજબૂરી કે બીજુ કાંઈ ! વર્ષો જૂના કાર્યકર હાથ ઘસતા રહી ગયાને, માત્ર 24 કલાક જૂના કાર્યકર ફાવી ગયા, જુઓ વીડિયો

Follow Us