મકરસંક્રાંતિએ સરયુમાં થશે મહાસ્નાન, સ્વચ્છતા માટે તંત્ર દ્વારા કરાયુ છે આગવુ આયોજન- જુઓ વીડિયો
મકરસંક્રાંતિએ સરયુ નદીમાં સ્નાન કરવાનો શાસ્ત્રોમાં અનેરુ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે. ત્યારે મકરસંક્રાંતિના દિવસે સરયુ નદીમાં આસ્થાની ડુબકી લગાવવા દૂર દૂરથી લાખો લોકો આવતા હોય છે. આ વર્ષે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાઈ રહ્યો છે ત્યારે સરયુ ઘાટ પર આ સ્વચ્છતાને લઈને આ ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યાને સોળે શણગાર સજાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ સ્વચ્છતાનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પવિત્ર સરયુ નદીમાં યોજાશે મકરસંક્રાતિનું મહાસ્નાન. આ મહાસ્નાન માટે લાખો ભક્તોની ભીડ ઉમટી પડે તેવી શક્યતા છે. એક તરફ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બીજી તરફ મકરસંક્રાતિનું સ્નાન. ત્યારે સરયુ નદીમાં ગંદકી ન ફેલાય અને અયોધ્યામાં સ્વચ્છતા જળવાય તે માટે તંત્રએ કર્યું છે આગવું આયોજન.
આ આયોજનના ભાગરૂપે તૈનાત કરવામાં આવ્યા છે 5 હજારથી વધુ અસ્થાયી શૌચાલય. ટોયલેટ બોક્સ દ્વારા સ્વચ્છતા જળવાય તે માટે આગવું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર સ્નાન બાદ કપડા બદલવા માટે પણ ખાસ બ્લોક ગોઠવાયા છે.
આ વર્ષે પ્રથમવાર એવુ બની રહ્યુ છે કે મકરસંક્રાંતિનો પર્વ પણ છે અને થોડા દિવસો બાદ જ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રીરામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
દેશભરના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો