ખેડા: ઉતરાયણ પહેલા છેલ્લી ઘડીની ખરીદી માટે ઉમટી ભીડ, નડિયાદના ચીલ પતંગની ગુજરાતભરમાં રહે છે સૌથી વધુ માગ- વીડિયો
ખેડા: ઉતરાયણ પહેલા છેલ્લી ઘડીની ખરીદી માટે બજારોમાં પતંગરસિકોના ટોળાટોળા ઉમટ્યા છે. પતંગરસીયાઓના પહેલી પસંદ જો કોઈ હોય તો તે ચીલ પતંગ ગણાય છે. ત્યારબાદ રોકેટની પણ સૌથી વધુ માગ રહે છે. નડિયાદના ચીલ પતંગ ગુજરાતભરમાં પ્રખ્યાત છે અને તેની સૌથી વધુ માગ રહે છે.
નડિયાદમાં ઉતરાયણ પૂર્વે બજારોમાં છેલ્લી ઘડીની ખરીદીની ધૂમ જોવા મળી રહી છે. નડિયાદના ચીલ પતંગ અને ખંભાતી પતંગની સૌથી વધુ માગ રહે છે. સૌથી વધુ લોકો આ જ પતંગ ખરીદતા હોય છે. બજારોમાં હાલ પતંગો ખરીદવા લોકોના ટોળેટોળા ઉમટ્યા છે. ગ્રાહકો સૌથી વધુ ચીલ પતંગની ખરીદી કરી રહ્યા છે. જે લોકો પતંગ રસિકો અને પતંગબાજીના અઠંગ ખેલાડીઓ હોય છે તેઓ સારી રીતે જાણે છે કે આકાશમાં ચીલ પતંગને ઉડાડવાનો આનંદ અનેરો હોય છે.
ચીલ અને રોકેટ પતંગની રહે છે સૌથી વધુ માગ
પતંગ રસિકો ખાસ કરીને ચીલ પતંગ અને રોકેટ પતંગને સૌથી વધુ પસંદ કરતા હોય છે. આ પતંગને બહુ ખેંચવુ પડતુ નથી. જલ્દી આકાશમાં ચગી જાય છે અને મોટાભાગે સ્થિર રહે છે. રોકેટ પતંગની પણ વિશેષતા એ છે કે તે રોકેટની જેમ એક જ દિશામાં ચગતુ રહે છે. જેમા પતંગ રસિકોને વધુ મહેનત નથી કરવી પડતી અને હાથ દુ:ખવાની સમસ્યા પણ બહુ ઓછી રહે છે. આથી જ ચીલ અને રોકેટ પતંગ માટે પતંગ રસિકોને ખાસ પ્રેમ છે.
આસામી વાંસમાંથી બનતા ખંભાતી પતંગની પણ ભારે માગ
નડિયાદની ચીલ પતંગ આકાશમાં ધાર્યા પ્રમાણે વાળી શકાતી હોવાથી વ્યાપક માગ છે. જ્યારે ખંભાતની પતંગ આસામી વાંસમાંથી બનાવવામાં આવે છે અને તેની ખાસિયત છે કે, તે આકાશમાં સ્થિર રહે છે. નડિયાદ અને ખંભાતમાં આખા વર્ષ દરમિયાન 3 કરોડથી વધુ પતંગ તૈયાર કરવામાં આવે છે. આ પતંગોની સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માગ રહે છે.
ખેડા સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
