વિકસિત ભારત સંકલ્પ યાત્રા અભિયાન, લોકોને સરકારી યોજના વિશે અપાઈ માહિતી
આ અભિયાનમાં ભારત સંકલ્પ યાત્રા મહારાષ્ટ્રના નાંદેડ, ધારાશિવ, નંદુરબાર સહિતના જિલ્લાઓમાંથી નીકળી. જ્યાં જિલ્લા અધિકારી કાર્યાલયથી LED વાહનોને લીલી ઝંડી બતાવી રવાના કરાયા. આ વાહન જિલ્લાના દરેક ગામમાં સરકારની યોજનાનો પ્રચાર પસાર કરી રહ્યું છે.
કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓની જાણકારી આપવા અને યોજનાનો લાભ બાકી રહેલા લાભાર્થીઓને પહોંચાડવાના ઉદ્દેશ્યથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાઈ છે. જેની શરૂઆત પીએમ મોદીએ 15 નવેમ્બરે ઝારખંડના કુટીથી કરી હતી. જે બાદ આ અભિયાનને લઈને યાત્રા દેશના દરેક જિલ્લામાં, દરેક ગ્રામપંચાયતોમાંથી નીકાળવામાં આવી રહી છે.
આ અભિયાનમાં ભારત સંકલ્પ યાત્રા મહારાષ્ટ્રના નાંદેડ, ધારાશિવ, નંદુરબાર સહિતના જિલ્લાઓમાંથી નીકળી. જ્યાં જિલ્લા અધિકારી કાર્યાલયથી LED વાહનોને લીલી ઝંડી બતાવી રવાના કરાયા. આ વાહન જિલ્લાના દરેક ગામમાં સરકારની યોજનાનો પ્રચાર પસાર કરી રહ્યું છે.
આજ રીતે યુપીમાં રાયબરેલી, સુલતાનપુર, બારાબંકી, ફતેહપુર સહિત અનેક જિલ્લામાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે. આ અભિયાનથી લોકોને સરકારી યોજનાઓની જાણકારી અપાઈ રહી છે. તો બીજી તરફ આંધ્રપ્રદેશના ગુંટુંર, છતીસગઢના બલરામપુર, હરિયાણાના અંબાલા તેમજ ફરીદાબાદ અને ઉત્તરાખંડના અલગ અલગ જિલ્લાઓમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા નીકાળવામાં આવી. આ અભિયાનથી અનેક નવા લાભાર્થીઓને પણ યોજાનાઓ સાથે જોડવામાં આવી રહ્યા છે.