જયપુરમાં ભીષણ ગરમીથી રાહત મેળવવા બ્રાહ્મણોએ જળસમાધિ સાથે શરૂ કરી જળસાધના, વરૂણ દેવને રિઝવવા પર્જન્ય યજ્ઞનો પ્રારંભ- Video

|

May 30, 2024 | 6:01 PM

ગરમી એ હદે કહેર વર્તાવી રહી છે કે કે તેની સામે બચવું મુશ્કેલ બની રહ્યું છે. એમાં પણ રાજસ્થાનમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે અને એટલે જ હવે અહીં "જળ તપસ્યા" શરૂ કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં ગરમી કાળો કેર વર્તાવી રહી છે અને વિવિધ રાજ્યોમાંથી ચોંકાવનારા દૃશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ બિહારના શેખપુરામાં કાળઝાળ ગરમીને પગલે 50 જેટલી વિદ્યાર્થીનીઓ બેભાન થઈ જવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ તરફ દિલ્લીના મુંગેશપુરમાં પણ તાપમાન રેકોર્ડ બ્રેક 52.03 ડિગ્રીએ પહોંચ્યું હતું.બીજી તરફ રાજસ્થાનમાં પણ ગરમી હાહાકાર મચાવી રહી છે. અહીં જયપુરમાં તાપમાન 46.6 ડિગ્રીએ પહોંચી ગયું છે. તો ચુરુમાં 50 ડિગ્રીને પાર પહોંચેલું તાપમાન કાળો કેર વર્તાવી રહ્યું છે. રાજસ્થાનના 10 જિલ્લામાં હીટવેવનું એલર્ટ અપાયું છે.

ત્યારે આ ભીષણ ગરમીથી રાહત મળે તે માટે રાજસ્થાનના જયપુરમાં “જળ તપસ્યા”ની શરૂઆત કરવામાં આવી છે. કાળઝાળ ગરમીથી ઝડપથી રાહત મળે અને સારો વરસાદ થાય તે માટે. પૂજા-પાઠનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે થતી આ તપસ્યામાં બ્રાહ્મણો પાણી ભરેલા ડ્રમ અને વિશાળ તપેલામાં બેસીને “જળ સાધના” કરી રહ્યા છે. વરસાદ માટેની આ પૂજા પર્જન્ય યજ્ઞ તરીકે પણ ઓળખાય છે.

આશા કરીએ કે બ્રાહ્મણોનો આ પર્જન્ય યજ્ઞ ફળિભૂત થાય અને રાજસ્થાન સહિત સમગ્ર દેશને કાળઝાળ ગરમીથી રાહત મળે અને દેશમાં પુરતો વરસાદ થાય.

આ પણ વાંચો: હાય રે તંત્ર ! અગ્નિકાંડ બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર, ધોરાજી પાલિકાનું બિલ્ડીંગ નવુ પરંતુ ફાયરના સાધનો બિસ્માર- Video

 

Published On - 6:00 pm, Thu, 30 May 24

Next Video