IPL 2026: ઈશાન કિશનને તેના નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા- જુઓ Video
હાલ IPL ચાલી રહી છે ત્યારે ક્રિકેટર્સ એક શહેરથી બીજા શહેરમાં તેમની શેડ્યુલ મેચ મુજબ પ્રવાસ કરતા હોય છે. થોડા દિવસ પહેલા Sunrisers Hyderabad ની ટીમ મુંબઈ ઍરપોર્ટ પર પહોંચી હતી. આ દરમિયાન ઈશાન કિશને તેના એક નાનકડા ફેન્સ માટે એવુ કર્યુ કે ત્યાં ઉભેલા સહુ ઈશાન કિશનને જોતા રહી ગયા અને તેની પ્રશંસા કરવા લાગ્યા.
થોડા દિવસ પહેલા Sunrisers Hyderabad ના ખેલાડી મુંબઈ પહોંચ્યા તો ઈશાન કિશનના એક જેશ્ચરે ફેન્સનું દિલ જીતી લીધુ. સનરાઈજર્સની ટીમ જ્યારે ઍરપોર્ટ પર પહોંચી તો એક નાનકડો ફેન ઈશાન કિશનનો ઓટોગ્રાફ લેવા માટે ફેન શોધી રહ્યો હતો. પોતાના બિઝી શેડ્યુલ વચ્ચે પણ ઈશાન કિશને તે બાળક માટે રાહ જોઈ. આ નાનકડા ફેનને તેની બેગમાંથી પેન મળતી ન હતી. તે બેગમાં તેને શોધવાની મથામણ કરી રહ્યો હતો. આ દરમિયાન ઈશાન કિશને ઘણી ધીરજ રાખી અને એકદમ કૂલ રહીને બાળકને પેન શોધવા દીધી.
આખરે જ્યારે આ નાનકડા ફેન્સને તેની બેગમાંથી પેન મળી ગઈ ત્યારે તેમણે ઈશાન કિશનને આપી અને પોતાની ટિશર્ટ પર ઈશાન કિશન પાસેથી ઓટોગ્રાફ કરવા કહ્યુ. ઈશાન કિશને આ ફેન્સની ઈચ્છાને માન આપી તેના ટીશર્ટ પર ઓટોગ્રાફ આપ્યો. જે બાદ બાળકે તેની ખુશી વ્યક્ત કરી અને ઈશાન કિશન સાથે હાથ મિલાવીને ગળે મળ્યો. ઈશાન પણ ખુશીથી બાળકને ગળે મળ્યો. આ તસવીરો પણ કેમેરામાં કેદ થઈ. જે બાદ તે ત્યાંથી નીકળી ગયા.
બંગાળમાં ‘મા માટી માનુષ’નો ખેલ ખતમ, હવે ખેલા હોબે નહીં પરંતુ ‘જય શ્રી રામ’ બોલશે બંગાળ