શું અમદાવાદ વિમાન દુર્ઘટના પાછળ કોઈ આતંકવાદી ષડયંત્ર છે ?
અમદાવાદમાં એર ઈન્ડિયાનુ વિમાન તુટી પડ્યુ તેના કારણો જાણવા માટે, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના નિષ્ણાતોને અમદાવાદ મોકલવામાં આવ્યા છે. તેમની સાથે આંતરરાષ્ટ્રીય તપાસ સંસ્થાઓના નિષ્ણાંતો પણ તપાસમાં જોડાયા છે. તુટી પડેલા વિમાનમાંથી ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડરનું વિશ્લેષણ કરશે.
અમદાવાદમાં ગત 12 જૂનના રોજ તુટી પડેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ની ઘટનાએ સમગ્ર દેશને આઘાત પહોંચાડ્યો છે. આ ઘટનામાં ઘણા આશરે 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. સરકારે આ અકસ્માતની સંપૂર્ણ તપાસના સંપૂર્ણ આદેશ આપ્યા છે. એવિએશન ક્ષેત્રની તપાસમાં ટેકનિકલ ખામી, પાયલોટની ભૂલ, બર્ડ હિટ એટલે કે કોઈ ઉડતુ પક્ષી વિમાન સાથે અથડાયું હોય કે પછી આતંકવાદી ષડયંત્ર કે ભાંગફોડની શક્યતા સહિત તમામ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે.
એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોના નિષ્ણાતોને અમદાવાદ મોકલવામાં આવ્યા છે. તેમની સાથે આંતરરાષ્ટ્રીય તપાસ સંસ્થાઓના નિષ્ણાંતો પણ તપાસમાં જોડાયા છે. તુટી પડેલા વિમાનમાંથી ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઇસ રેકોર્ડરનું વિશ્લેષણ કરશે. આતંકવાદી ષડયંત્ર કે ભાંગફોડની શક્યતાને ધ્યાનમાં રાખીને સરકારે NIA અને ગુજરાત ATS પણ આ મામલાની તપાસ સોંપી છે. તપાસ અંગે ગૃહ મંત્રાલયના સચિવને તપાસનું નેતૃત્વ સોંપવામાં આવ્યું છે.