ઈરાન-ઈઝરાયેલ, યુએસએ યુદ્ધનો પાંચમો દિવસ, ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટનાનો જુઓ વીડિયો
ઈરાનમાં 2000 સ્થળોએ ઈઝરાયેલ અને અમેરિકાએ હવાઈ હુમલાઓ કર્યો છે. ઈરાન-ઈઝરાયેલ, યુએસએ યુદ્ધની અસર માત્ર ઈરાન ઈઝરાયેલ કે અખાતના કેટલાક દેશમા જ નહીં પરંતુ દૂર દૂરના દેશને પણ સીધી કે આડકતરી રીતે સ્પર્શી ગઈ છે.
ગત 28મી ફેબ્રુઆરીને શનિવારના રોજ, ઈઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો હતો. ઈઝરાયેલની સાથે હુમલો કરવામાં પાછળથી અમેરિકા પણ જોડાઈ ગયું. ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલામાં, ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ સહીત ઈરાનના કેટલાક ખૂબ જ મહત્વના રાજકીય અને સૈન્ય અધિકારીઓ પણ મોતને ભેટ્યા છે. આજે 4 માર્ચના રોજ ઈરાન- ઈઝરાયેલ, યુએસએ યુદ્ધનો પાંચમો દિવસ છે. આ પાંચ દિવસમાં યુદ્ધના મેદાનમાં અનેક ઘટનાઓ ઘટી છે. ખાસ કરીને 1097 લોકોના મોત થયા છે. તો ઈરાને તેની આજુબાજુના દેશમાં આવેલા અમેરિકન સૈન્ય બેઝ કેમ્પમાં કરેલા હુમલામાં અમેરિકાના 650 સૈનિકોના મોત થયા છે.
ઈરાનમાં 2000 સ્થળોએ ઈઝરાયેલ અને અમેરિકાએ હવાઈ હુમલાઓ કર્યો છે. ઈરાન-ઈઝરાયેલ, યુએસએ યુદ્ધની અસર માત્ર ઈરાન ઈઝરાયેલ કે અખાતના કેટલાક દેશમા જ નહીં પરંતુ દૂર દૂરના દેશને પણ સીધી કે આડકતરી રીતે સ્પર્શી ગઈ છે. ભારતની વાત કરીએ તો, અરબી સમુદ્રમાં ભારતના 37 જહાજ ફસાઈ ગયા છે. જ્યારે ફાસરની ખાડીમાં 1109 ભારતીય નાવિક- ખલાસીઓ ફસાયા છે.