AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

યુકેમાં વસતા ભારતીયોએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને કરી ખાસ તૈયારીઓ, હિંદુ મંદિરોમાં થશે વિશેષ ઉજવણી- વીડિયો

યુકેમાં વસતા ભારતીયોએ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને કરી ખાસ તૈયારીઓ, હિંદુ મંદિરોમાં થશે વિશેષ ઉજવણી- વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2024 | 7:18 PM
Share

યુકેમાં વસતા ભારતીયો પણ 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિશેષ તૈયારીઓ કરી રહ્યા છે. યુકેમાં વસતા ભારતીયો પણ આ મહોત્સવની દિવાળીની જેમ જ ઉજવણી કરવા માટે તલપાપડ છે અને ઉજવણીમાં કોઈ કસર બાકી રાખવા માગતા નથી.

અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની બસ ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે સમગ્ર દેશમાં હાલ દિવાળી જેવો માહોલ છે. દરેક દેશવાસી આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે તલપાપડ બન્યા છે. સાડા પાંચ સદી બાદ જ્યારે પ્રભુ શ્રીરામ તેમના નીજધામમાં પરત ફરી રહ્યા છે ત્યારે સાડા પાંચસો વર્ષના આ વનવાસ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે આ ઉત્સવની ઉજવણી માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ થઈ રહી છે. યુકેમાં વસતા ભારતીયો પણ આ ઉજવણીમાં કોઈ કસર બાકી નથી રાખી રહ્યા છે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તૈયાર કરાયો સ્વાદિષ્ઠ પ્રસાદ

યુકેમાં વસતા ભારતીય મૂળના નાગરીકોએ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે વિશેષ આયોજનો કર્યા છે. અયોધ્યાથી ખાસ અક્ષત કળશ યુકેના હિંદુ મંદિર પહોંચી ચુક્યો છે અને આજે આ અક્ષત કળશની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. 50 – 60 સ્વયંસેવકો સતત આ ઉત્સવને ખાસ બનાવવાની તૈયારીઓમાંલાગેલા છે યુકેમાં તમામ હિંદુ મંદિરોમાં આ સમારોહ માટે વિશેષ આયોજનો કરવામાં આવી રહી છે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પ્રસાદથી લઈને મંદિરોમાં આ ઉત્સવની ઉજવણીના આયોજન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: ભાવનગરમાં મીઠાઇના વેપારીની અનોખી રામ ભક્તિ, પેંડા પર બનાવ્યો રામ નામનો આકાર

હિંદુ મંદિર માટે 250 ગ્રામ સ્વાદિષ્ટ લાડુ અને અક્ષત (ચોખા) ના પેકિંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. યુકેમાં વસતા ભારતીયો હોંશે હોંશે રામના ભજનોમાં લીન થઈને ઉત્સાહપૂર્વક તૈયારીઓ કરી રહ્યા છે. દરેક સનાતનીઓ માટે આ ગૌરવની ઘડી છે જેને હરકોઈ યાદગાર બનાવવા કશુંક નવીન કરી રહ્યા છે.

Input Credit- Sachin Patil- Ahmedabad

રામ મંદિરને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

g clip-path="url(#clip0_868_265)">