Breaking News: ભારત એક્શનમાં, પાકિસ્તાન ટેન્શનમાં ! જુઓ Video

Breaking News: ભારત એક્શનમાં, પાકિસ્તાન ટેન્શનમાં ! જુઓ Video

| Updated on: Apr 25, 2025 | 5:45 PM

જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતીય સરકાર એક્શનમાં આવી છે. ભારતીય સરકાર હવે શોર્ટ ટર્મ વિઝા પર આવેલા પાકિસ્તાની નાગરિકો પર કડક વલણ અપનાવી રહ્યું છે.

જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા બાદ ભારતીય સરકાર એક્શનમાં આવી છે. ભારતીય સરકાર હવે શોર્ટ ટર્મ વિઝા પર આવેલા પાકિસ્તાની નાગરિકો પર કડક વલણ અપનાવી રહ્યું છે. વાત એમ છે કે, 65 વર્ષીય પાકિસ્તાની નાગરિક શહીદા બીબીને ભરૂચથી અટારી બોર્ડર પરત મોકલવામાં આવી છે. જણાવી દઈએ કે, શહીદા બીબી પાસે 14 એપ્રિલથી 28 જૂન સુધીના શોર્ટ ટર્મ વિઝિટર વિઝા હતા પરંતુ કાશ્મીર હુમલા બાદ ભારતીય સરકાર દ્વારા નિર્ણય લેવાયો કે પાકિસ્તાની નાગરિકોને ભારતમાંથી નિકાળવામાં આવે અને પરત પાકિસ્તાન મોકલવામાં આવે.

મળતી માહિતી મુજબ સામે આવી રહ્યું છે કે, લોંગ ટર્મ વિઝા ધરાવતા 438 પાકિસ્તાનીઓને ગુજરાતમાંથી અટારી સરહદે મોકલી દેવાયા છે. ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા વાળા કુલ 438 નાગરિક મળી આવ્યા છે અને શોર્ટ ટર્મ વિઝા વાળા ગુજરાતમાં કુલ 15 પાકિસ્તાની નાગરિક છે.

હવે જો શોર્ટ ટર્મ વિઝા ધરાવતા લોકોની વાત કરીએ તો, અમદાવાદમાં 5, ભરૂચમાં 8 અને વડોદરામાં 2 લોકો હતા. બીજી બાજુ લોંગ ટર્મ વિઝા ધરાવતા લોકોમાં સૌથી વધુ અમદાવાદમાં 77 પાકિસ્તાની નાગરિકો હતા. તદુપરાંત સુરતમાં 44 અને કચ્છમાં 53 પાકિસ્તાની નાગરિક લોંગ ટર્મ વિઝા ધરાવતા હતા. ભારત સરકારે કરેલ નિર્ણય અનુસાર પાકિસ્તાનથી વિઝા ઉપર ભારત આવેલ તમામે તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે.

જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.

Published on: Apr 25, 2025 05:41 PM