Sabarkantha : હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

Sabarkantha : ગુજરાતમાં વિધિવત  રીતે ચોમાસા (Monsoon) નું આગમન થઈ ચૂક્યું છે. જેને લઈ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ (Rain) પડ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2021 | 6:53 PM

Sabarkantha : ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસા (Monsoon) નું આગમન થઈ ચૂક્યું છે. જેને લઈ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ (Rain) પડ્યો હતો.

સાબરકાંઠા (Sabarkantha) હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં વરસાદ (Rain) ખાબક્યો હતો. ગાંભોઈ, કરણપુર, કેશરપુરા અને સુરજપુરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

વરસાદ (Rain) પડવાના કારણે શેરીઓ અને રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વરસાદી માહોલથી લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી. અમુક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. સાબરકાંઠા હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">