Ahmedabad : ગુનાહિત ઈતિહાસ ધરાવતા 215 જેટલા આરોપીના ઘરે સર્ચ ઓપરેશન, હથિયારો મળી આવતા ગુનોં નોધી કાર્યવાહી હાથ ધરી, જુઓ Video
અમદાવાદમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ પર પોલીસે સપાટો બોલાવ્યો છે. ઝોન-6ની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું છે.
અમદાવાદમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓ પર પોલીસે સપાટો બોલાવ્યો છે. ઝોન-6ની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું છે. વટવા,ઈસનપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા 215 જેટલા આરોપીના ઘરે સર્ચ કરવામાં આવ્યું છે. લૂંટ, મારામારી, ચોરી જેવા ગુનાઓ આચરતા આરોપીઓના ઘરે સર્ચ હાથ ધરવામાં આવ્યો છે. અનેક આરોપીઓના ઘરેથી હથિયારો મળી આવ્યો છે. પોલીસે અલગ-અલગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપીઓને ત્યાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો છે. જેના પગલે ઝોન-6ની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું છે. લૂંટ, મારામારી, ચોરી જેવા ગુનાઓ આચરતા આરોપીઓના ઘરે સર્ચ હાથ ધરવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો