Indian Migrants : USથી આવ્યા બાદ ગુપ્ત રીતે કલોલના પોલીસ સ્ટેશન લવાયા, સવાલોનો સામનો કરી ઝાલા પરિવાર ઘરે પરત ફર્યો, જુઓ Video
અમેરિકાએ ગેરકાયદેસર રીતે રહેતા 33 ગુજરાતીઓને દેશનિકાલ કર્યા બાદ તેઓ વતન પરત ફર્યા છે. પોલીસ સુરક્ષા સાથે તેમને તેમના જિલ્લાઓમાં મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ બાદ તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. પરિવારોએ તેમના પરિજનોના પરત ફરવા પર રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ પોલીસ તપાસ હજુ ચાલુ રહી શકે છે.
અમેરિકાએ પરત મોકલેલા ગેરકાયદે 33 ગુજરાતીઓ વતન પરત ફર્યા છે. આ તમામ લોકોને પોલીસ પ્રોટેક્શન સાથે જે-તે જિલ્લામાં જવા રવાના કરવામાં આવ્યા છે. દરેકને પોત-પોતાના જિલ્લામાં એલસીબી પોલીસની પ્રાથમિક પૂછપરછ બાદ ઘરે મોકલવાની વ્યવસ્થા કરાઈ છે.
પરિજનો પરત આવતા પરિવારોને હાંસકારો
અમેરિકાથી પરત આવેલા મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલના ઝાલા પરિવારને ઘરે પાછો મોકલાયો છે. કલોલના જામળાના ઝાલા પરિવારનું પોલીસે નિવેદન લીધુ છે. પોલીસે પ્રાથમિક વિગતો લઈ પરિવારને ઘરે મોકલ્યો છે. હાલ આ મામલે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. પરિવારને પ્રાથમિક પુછપરછ કરીને જ ઘરે મોકલ્યો છે. બે દીકરી સહિત પરિવારના ચાર સભ્યોને અમેરિકાથી ડિપોર્ટ કરાયા હતા. હવે ..પોતાના પરિજનો પરત આવતા પરિવારોએ લીધો હાંસકારો લીધો છે. જો કે હજુ પણ આ પરિવારે સવાલોનો સામનો કરવો પડી શકે છે.
અમેરિકાથી પરત, હવે સવાલોનો સામનો !
પરત ફરેલા ગુજરાતીઓને પોલીસ કેટલાક સવાલ કરી શકે છે. જે નીચે મુજબ છે.
- કેટલા સમયથી ગેરકાયદે પ્રવાસીઓ અમેરિકામાં કરી રહ્યા હતા વસવાટ ?
- ગુજરાતીઓ કયા એજન્ટોના માધ્યમથી પહોંચ્યા હતા અમેરિકા ?
- આ ગુજરાતીઓ કેવી રીતે આવ્યા હતા એજન્ટના સંપર્કમાં ?
- કેટલા રૂપિયા લઈને એજન્ટે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશની કરી હતી વ્યવસ્થા ?
- કયા વિઝા અપાવી કરાવવામાં આવી હતી ઘુસણખોરી ?
- વિદેશ જવા ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં કોણે કરી મદદ ?

આ 4 રાશિના જાતકોની આજે વેપારમાં ધનલાભ થશે, જાણો આજનું રાશિફળ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો

NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
