અંબાજી મંદિરમાં સ્થાપિત થનારા યંત્રની યાત્રાએ અમદાવાદમાં વિરામ લીધો, હજારો જનતાએ કર્યા દર્શન

|

May 27, 2023 | 4:14 PM

આ શ્રી મેરુ યંત્રના નિર્માણ કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે જય ભોલે ગ્રુપ દ્વારા ચાર ધામ અને ચાર મઠની યાત્રા શરુ કરવામાં આવી હતી. મેરુ યંત્રની 32 કિલોગ્રામની પ્રતિકૃતિ સાથે જે યાત્રાનો આરંભ થયો હતો,

Banaskantha : રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજી મંદિરમાં (Ambaji temple)  દેશ-વિદેશથી ભક્તો દર્શનાર્થે આવે છે. ત્યારે હવે અહીં આવતા ભક્તોને નવી જ ભેટ મળવા જઈ રહી છે. હવે ભક્તો શક્તિપીઠમાં વિશ્વનું સૌથી મોટા અને મોંઘા મેરુ શ્રી યંત્રના (Shree yantra) દર્શન કરી શકશે. વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર 2200 કિલો વજનનું છે. આ શ્રી યંત્રની પ્રતિકૃતિ સમાન શ્રી યંત્રને ચારધામ અને ચાર મઠની યાત્રા કરાવવામાં આવી હતી. જેથી વિધ્નો ટળી શકે. યાત્રા દરમિયાન યંત્ર અમદાવાદ પહોંચ્યુ હતુ. જ્યાં બે દિવસ દરમિયાન ભક્તોએ તેના દર્શન કર્યા હતા.

આ પણ વાંચો-Gujarati Video : ભાવનગરમાં રાસગરબા ગ્રૂપના સંચાલકનો આપઘાત, તપાસ દરમિયાન સુસાઇડ નોટ મળી

ચારધામની યાત્રામાં શ્રી યંત્રની પ્રતિકૃતિ રૂપે 32 કિલો વજનનું મેરુ શ્રી યંત્ર લઈ જવામાં આવ્યું હતું. જ્યાં દરેક મંદિર ધામમાં તેની પૂજા અર્ચના કરવામાં આવી હતી. ચારધામ યાત્રા પૂર્ણ કરી શાસ્ત્રોતક વિધિ વિધાન અને મંત્રોચાર દ્વારા અંદાજિત એક કરોડના ખર્ચે પંચ ધાતુમાંથી 2200 કિલો વજનનું અને સાડા ચાર ફૂટ લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ધરાવતું યંત્ર તૈયાર કરાયુ છે.

આ શ્રી મેરુ યંત્રના નિર્માણ કાર્યમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે જય ભોલે ગ્રુપ દ્વારા ચાર ધામ અને ચાર મઠની યાત્રા શરુ કરવામાં આવી હતી. વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર 2200 કિલો વજનનું છે તેની શ્રી યંત્ર ની પ્રતિયુતિ સમાન આ શ્રી યંત્રને ચારધામ અને ચાર મઠની યાત્રાએ લઈ જઈ 17 દિવસ 17 મંદિર અને 17 રાજયોની સફળ કરીને આ યાત્રાને વિરામ આપ્યો હતો અને તે વિના વિઘ્નપૂર્ણ થાય તે માટે આ યાત્રા કરી હતી.

અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા આયોજીત “શ્રી યંત્ર”ને દર્શન માટે બે દિવસ અમદાવાદમાં ખુલ્લુ મુકાયું હતું. તા.24
મે 2023 અને તા.25 મે 2023ના રોજ એક હજાર ધાર્મિક જનતાએ “શ્રી યંત્ર” ના દર્શન કર્યા હતા અને દર્શનનો લાહ્વો લીધો હતો.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video