Gujarati Video : બનાસકાંઠાના અમીરગઢના જૈન મંદિરમાં ભગવાનના ઘરેણાની ચોરી, જુઓ CCTVમા ઘટના

બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના અમીરગઢમાં આવેલા જૈન દેરાસરમાં (Jain Temple) ભગવાનના ઘરેણાની ચોરી (theft) થઇ છે. મોડી રાત્રે કેટલાક ઈસમો દેરાસરમાં પ્રવેશી મંદિરમાં મૂર્તિઓને પહેરાવેલા ઘરેણાંની ચોરી કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 1:04 PM

Banaskantha : દુકાનો અને ઘર બાદ હવે તસ્કરો મંદિરોમાં ભગવાનને પણ નિશાન બનાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં આવેલા જૈન દેરાસરમાં (Jain Temple) ભગવાનના ઘરેણાની ચોરી (theft) થઇ છે. મોડી રાત્રે કેટલાક ઈસમો દેરાસરમાં પ્રવેશી મંદિરમાં મૂર્તિઓને પહેરાવેલા ઘરેણાંની ચોરી કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ચોરી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

આ પણ વાંચો-Gujarati video : વિદ્યુત સહાયક ઓનલાઈન પરીક્ષા કૌભાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ, 300થી વધુને પાસ કરાવ્યાનો ખુલાસો

ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અમીરગઢમાં અગાઉ પણ ચોરી થયાની અનેક ઘટનાઓ બની છે. ત્યારે હવે મંદિરમાં ભગવાનના ઘરેણાની ચોરી થઇ છે. ગઇકાલે રાત્રેના અંધારાનો લાભ લઇ તસ્કરોએ અમીરગઢના જૈન દેરાસરને નિશાન બનાવ્યું હતું. ત્રણેક વાગ્યાના સુમારે દેરાસરના ભગવાનના ઘરેણાંની ચોરી કરી ગયા હતા. ચોર સીસીટીવી કેમેરામાં ચોરી કરતા કેદ થયા છે. જૈન દેરાસરમાં કુલ 170000 ની ચોરીનો ગુનો નોંધી પોલોસએ તાપસ આરંભી છે.

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના  તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">