Kheda : વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે રંગોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે

રંગોત્સવ વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો માનીતો ઉત્સવ છે . ભગવાન શ્રીહરિ , વડતાલ જ્ઞાનબાગમાં સંતો - હરિભકતો સાથે રંગે રમ્યા હતા . તેના પ્રતિકરૂપે આ દિવ્ય રંગોત્સવ સમગ્ર સંપ્રદાયમાં ખૂબ જ ભાવભેર ઉજવાય છે. પ્રત્યેક ફાગણ માસની પૂર્ણિમાએ રંગ ઉત્સવ માટે વિશેષ આયોજન કરવામાં આવે છે.

Kheda : વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે રંગોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાશે
Vadtal Swaminarayan Temple( File Image)
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Mar 15, 2022 | 10:32 PM

અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં(Vadtal)ફાગણી પૂનમ (Holi)તારીખ 18 માર્ચના રોજ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજની નિશ્રામાં ફૂલડોલ ઉત્સવ રંગોત્સવ(Rangotsav)ખુબજ ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. આ પ્રસંગે એસજીવીપી ગુરુકુળના માધવપ્રિય દાસ સ્વામી સવારે 8 થી 11 કલાક દરમિયાન રંગોત્સવ કથા નો લાભ આપશે, તેમ મંદિર ના મુખ્ય કોઠારી ડો. સંત સ્વામીએ જણાવ્યું હતું . વડતાલ મંદિરમાં રંગોત્સવ માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આ રંગોત્સવનો થનગનાટ પૂનમિયા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે છેલ્લા બે વર્ષથી કોરોનાના ગ્રહણને કારણે રંગોત્સવની ફિકી ઉજવણી થઇ હતી પરંતુ ચાલુ વર્ષે આ ફૂલડોલ ઉત્સવની રંગેચંગે ઉજવણી થનાર હોવાથી તેને લગતી સંપૂર્ણ તૈયારીઓ પૂજ્ય શ્યામવલ્લભ સ્વામીના માર્ગદર્શનમાં થઈ રહી છે .

અત્રે મહત્વનું છે કે, રંગોત્સવ વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયનો માનીતો ઉત્સવ છે . ભગવાન શ્રીહરિ , વડતાલ જ્ઞાનબાગમાં સંતો – હરિભકતો સાથે રંગે રમ્યા હતા . તેના પ્રતિકરૂપે આ દિવ્ય રંગોત્સવ સમગ્ર સંપ્રદાયમાં ખૂબ જ ભાવભેર ઉજવાય છે. પ્રત્યેક ફાગણ માસની પૂર્ણિમાએ રંગ ઉત્સવ માટે વિશેષ આયોજન કરવામાં આવે છે.

રંગોત્સવમાં 5000 કિલો રંગબેરંગી ગુલાલ  વપરાશે

આ રંગોત્સવમાં 5000 કિલો રંગબેરંગી ગુલાલ તથા 1000 કિલો ધાણી – ચણા ખજૂરનો અન્નકૂટ ધરાવવામાં આવશે. દેવોને કેસુડાનો વિશેષ શણગાર કરવામાં આવશે. ઉપરાંત વિવિધ પીચકારીઓનો પણ શણગાર કરવામાં આવશે . સાથે સાથે સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી છત્રીઓ વિવિધ કલરના રંગોથી શણગારવામાં આવશે. અક્ષરભુવન પાછળ સંપાદિત કરવામાં આવેલ વિશાળ ચોકમાં 50 X 80 નો વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યો છે .

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

હરિભક્તોને કેશુડાના રંગથી તે રંગોત્સવ ઉજવશે

ત્રણ વિવિધ પિચકારી તથા 25  ફૂટની મોટી પિચકારીથી  રાકેશ પ્રસાદ મહારાજ લાલ મહારાજ સૌરભ પ્રસાદ તથા સંતો સંતો હરિભક્તોને કેશુડાના રંગથી તે રંગોત્સવ ઉજવશે આ મંદિર ના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમપ્રકાશ દાસ ગોવિંદ પ્રસાદદાસ સ્વામી – મેતપુર , શુકદેવ સ્વામી – નાર તથા અન્ય સંતો મહંતો તથા સુરત – મુંબઈ – વડોદરા – ભરૂચ – અમદાવાદ – રાજકોટ અને કાનમ વાકળ સહિત ચરોતરના ભક્તજનો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો : ગુજરાત વિધાનસભા ગૃહમાં વીજળી અને સિંચાઈના પાણીનો મુદ્દો ગુંજ્યો, કોંગ્રેસે વોકઆઉટ કર્યું

આ પણ વાંચો :  Gujarat માં બુધવારથી 12 થી 14 વર્ષના બાળકોને રસી અપાશે, સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્ય વ્યાપી વેક્સિનેશનનો પ્રારંભ કરાવશે

g clip-path="url(#clip0_868_265)">