Ahmedabad : સાણંદમાં વર્ષ 2018ના ત્રિપલ મર્ડર કેસમાં કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી
આ કેસમાં 17 સાક્ષી તથા 63 દસ્તાવેજી પુરાવાના આધારે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટ ફાંસીની સજા ફટકારી છે. આ ઉપરાંત મૃતક બનેવી વિશાલના પરિવારને 10 લાખનું વળતર આપવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. આ ઉપરાંત હાજર એક સાક્ષીને પણ પચાસ હજાર ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો.
અમદાવાદના સાણંદમાં(Sanand)થયેલી ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં(Triple Murder Case)મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને આરોપીને ફાંસીની(Death penalty)સજા ફટકારી છે. જેમાં વર્ષ 2018માં અમદાવાદના સાણંદ ખાતે આ ઘટના બની હતી.. જેમાં બહેને પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા.. પરંતુ તેના ભાઈને આ ગમ્યું ન હતું.. જેની અદાવત રાખીને ભાઈએ સગી બહેન અને બનેવીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હતી. આટલું જ નહીં આરોપી ભાઈએ જ્યારે સગી બહેનની હત્યા કરી ત્યારે તેના પેટમાં ચાર માસનો ગર્ભ હતો. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનાના 4 વર્ષ બાદ મિર્ઝાપુર કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે.
મૃતક બનેવી વિશાલના પરિવારને 10 લાખનું વળતર આપવાનો આદેશ
આ કેસમાં 17 સાક્ષી તથા 63 દસ્તાવેજી પુરાવાના આધારે મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટ ફાંસીની સજા ફટકારી છે. આ ઉપરાંત મૃતક બનેવી વિશાલના પરિવારને 10 લાખનું વળતર આપવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે. આ ઉપરાંત હાજર એક સાક્ષીને પણ પચાસ હજાર ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો.
આ પણ વાંચો : Mehsana : મહેસાણા જિલ્લામાં નેશનલ લોકઅદાલતનું આયોજન, 2048 કેસોનો નિકાલ કરાયો
આ પણ વાંચો : Ahmedabad : શહેર વાસીઓએ ટ્રાફિક પોલીસની વિશેષ ડ્રાઈવ દરમ્યાન આટલા લાખનો દંડ ભર્યો