આજનું હવામાન : રાજ્યમાં જોવા મળશે ઠંડીનો ચમકારો, જાણો તમારા શહેરમાં કેટલુ રહેશે ઠંડીનું પ્રમાણ, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે તેવી શક્યતા છે. આજે અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળે તેવી શક્યતા છે. આજે અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભાવનગર અને પાલનપુરમાં 23 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. રાજકોટમાં 25 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ આજે વલસાડમાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભૂજમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ રાજકોટ અને પાલનપુરમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.તેમજ ભાવનગર,પોરબંદર,સુરત જેવા શહેરોમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગે અત્યારે માવઠાની કે કમોસમી વરસાદની આગાહી કરી નથી.

