સેટેલાઈટથી બોપલ સુધી પવનનું તોફાન, વાવાઝોડું લાવ્યું ધૂળની ડમરીઓ – જુઓ Video

સેટેલાઈટથી બોપલ સુધી પવનનું તોફાન, વાવાઝોડું લાવ્યું ધૂળની ડમરીઓ – જુઓ Video

| Edited By: | Updated on: May 05, 2025 | 7:59 PM

અમદાવાદ શહેરમાં આજે સોમવારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ભારે ઉકળાટ બાદ શહેરભરમાં તીવ્ર ઝડપે પવન ફુંકાવાની સાથે સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. કેટલાક સ્થળે ઘૂળની ડમરીને કારણે વિઝિબિલીટીમાં ઘટાડો થયો હતો. અમદાવાદના પાલડી વિસ્તારમાં કરા પડ્યા હતા.

અમદાવાદીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતાને એટલામાં ધૂળનું તોફાન તેમની આંખ સામે આવી ગયું. વાત એમ છે કે, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં તીવ્ર પવન સાથે ધૂળની ડમરીઓ વાદળની જેમ છવાઈ જવા પામી હતી.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરના અનેક વિસ્તારોમાં તોફાની પવન ફુંકાયો હતો. ખાસ કરીને સેટેલાઈટ, બોપલ, ઘુમા, પ્રહલાદનગર અને SG હાઈવે જેવા વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો છે.

પવનની વધુ ઝડપના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી અને રસ્તાઓ તો જાણે ધૂળથી ઢંકાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના રાજમાર્ગો પર વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં મધ્યમ વરસાદ પડી શકે છે અને ઝડપથી પવન ફુંકાવાની શક્યતા પણ છે. તોફાની પવનના કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

અમદાવાદના પાલડી વિસ્તારમાં કરા પડ્યા હોવાના સમાચાર છે. તો શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ કરા પડ્યા હોવાના અહેવાલ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 05, 2025 07:23 PM