પટેલને કેન્દ્ર સરકારની કોઇ મહત્વની જવાબદારી સોંપાશે ? નીતિન પટેલની પીએમ મોદી સાથે ઓચિંતી મુલાકાત

મહત્વનું છે કે અગાઉ સરકારમાંથી રાજીનામું આપ્યું તે વખતે નીતિન પટેલને કોઇ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવશે તેવી વાતો વહેતી થઇ હતી. પરંતુ તેવું કંઈ થયું નહોતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 11:34 AM

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દિલ્લીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઓચિંતી મુલાકાત કરી છે.. મુલાકાત બાદ નીતિન પટેલે મોદી સાથેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યાં હતા. આ મુલાકાતના ફોટોગ્રાફ્સમાં વડાપ્રધાન મોદી અને નીતિન પટેલ બંને પ્રસન્ન મુદ્રામાં જણાય છે. આ મુલાકાત બાદ તેવી ચર્ચા વહેતી થઇ છે કે નીતિન પટેલને પીએમ મોદી કેન્દ્ર સરકાર તરફથી કોઇ મહત્વની જવાબદારી આપી શકે છે..

મહત્વનું છે કે અગાઉ સરકારમાંથી રાજીનામું આપ્યું તે વખતે નીતિન પટેલને કોઇ રાજ્યના રાજ્યપાલ બનાવવામાં આવશે તેવી વાતો વહેતી થઇ હતી. પરંતુ તેવું કંઈ થયું નહોતું.જોકે આ મુલાકાત બાદ એવી વાત પણ જાણવામાં આવી છે કે નીતિન પટેલને કેન્દ્ર સરકારના મહત્વના વિભાગ કે કચેરીમાં હોદ્દો અપાય તેવી શક્યતા છે.. જોકે નીતિન પટેલે આ મુલાકાતને ઔપચારિક ગણાવી હતી. પીએમ મોદીને મળવા નીતિન પટેલે એક અઠવાડિયા પહેલા સમય માગ્યો હતો. જેથી પીએમ મોદીએ તેમને મળવા બોલાવ્યા હતા.

ભાજપની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભાજપના  વરિષ્ઠ નેતા એલ કે અડવાણીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભારતીબેન શિયાળ, અમિત શાહ, મનસુખ માંડવિયા અને નીતિન પટેલ સહિતના નેતાઓનો પણ સમાવેશ કરાયો છે.

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ફસાયેલા ગુજરાતના યાત્રાળુ માટે સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર, સ્નેહીજનો વિગતો આપી તેમજ મેળવી શકશે

આ પણ વાંચો : Ahmedabad: આરોગ્ય તંત્રનો મોટો નિર્ણય, હોસ્પિટલમાં દર્દીઓના કેસની વિગતમાં વેક્સિનની માહિતી લખવી ફરજીયાત

Follow Us:
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">