Dwarka : કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો, મુળુ કંડોરિયાએ કોંગ્રેસ છોડી કર્યા કેસરિયા, જુઓ વીડિયો
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને વધુ ઝટકો લાગ્યો છે. દ્વારકાના મુળુ કંડોરિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. મુળુ કંડોરિયા કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભા અને વિધાનસભા ચૂંટણીની લડી ચૂક્યા છે. તેમજ મુળુ કંડોરિયા સાથે અન્ય કોંગ્રેસી અગ્રણીઓ પણ ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસ પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલા જ એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. દ્વારકાના મુળુ કંડોરિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. મુળુ કંડોરિયા કોંગ્રેસની ટિકિટ પરથી લોકસભા અને વિધાનસભા ચૂંટણીની લડી ચૂક્યા છે. તેમજ મુળુ કંડોરિયા સાથે અન્ય કોંગ્રેસી અગ્રણીઓ પણ ભાજપમાં જોડાયા છે.
ટીવીનાઈન સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યુ કે ભારત અલ્પ વિકસિત દેશ છે જેને વિકાસશીલ દેશ બનાવવા માટે નરેન્દ્ર મોદી, અમિત શાહ પ્રયાસ કરી રહ્યા છે જેમને મદદ કરવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. બીજી તરફ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.
Follow Us
