પ્લેન ક્રેશનો Video કોણે બનાવ્યો, રહસ્ય આવ્યું સામે, તેણે કહ્યું- “ક્યારેય પ્લેનમાં નહીં બેસુ”, જુઓ વીડિયો
Ahmedabad plane crash video: અમદાવાદના લક્ષ્મીનગર વિસ્તારમાં થયેલા પ્લેન ક્રેશનો જીવંત વીડિયો શૂટ કરનાર યુવકની ઓળખ થઈ ગઈ છે. તેણે કહ્યું કે, "મારે તો બસ પ્લેનનો વીડિયો ઉતારવો હતો, પણ મને ખબર પણ ન પડી કે થોડી પળોમાં શું થવાનું છે.
Who made the video of Ahmedabad plane crash: અમદાવાદમાં થયેલા ભયંકર પ્લેન ક્રેશનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. હવે આ વીડિયો કોણે બનાવ્યો, તેનું રહસ્ય ઉકેલાઈ ગયું છે. આર્યન નામનો યુવક, જે અરવલ્લી જિલ્લાના રહેવાસી છે અને પરીક્ષા આપવા માટે અમદાવાદ આવ્યો હતો. તેણે આ વીડિયો ઉતાર્યો છે.
લક્ષ્મી નગરમાં થઈ શૂટ
આર્યન પ્રથમવાર પ્લેનને નજીકથી જોઈ રહ્યો હતો. પ્લેન ઊડી રહ્યું હતું ત્યારે તેણે મોબાઈલ ફોન કાઢી વીડિયો બનાવવાનો વિચાર કર્યો. થોડી સેકન્ડમાં જ આ પ્લેન ક્રેશ થયું અને જોરદાર બ્લાસ્ટ થયો. આખી ઘટના આર્યનના કેમેરામાં લાઈવ કેદ થઈ ગઈ. આ ઘટના લક્ષ્મી નગરમાં રહેલા આર્યને શૂટ કરી હતી.
આર્યન કહે છે, “મારે તો બસ પ્લેનનો વીડિયો ઉતારવો હતો, પણ મને ખબર પણ ન પડી કે થોડી પળોમાં શું થવાનું છે. પહેલી વાર હતી કે જ્યારે પ્લેનને એટલું નજીકથી જોઈ રહ્યો હતો.”
અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. આ વિમાનમાં 242 લોકો સવાર હતા.જેમાંથી 241 લોકોના મૃત્યુની પુષ્ટિ થઇ છે આ અંગેની વધારે માહિતી જાણવા અહીં ક્લિક કરો
