Gujarat Video: ઓવરટેક કરવા જતા કારે બાઈકને અડફેટે લેતા અકસ્માત, જુઓ Live દ્રશ્યો
Sabarkantha: હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર એક કાર ચાલક ઓવર ટેઈક કરવા જતા એક બાઈકને અડફેટે લીધુ હતુ, અકસ્માતનમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સાબરકાંઠાનાજિલ્લાના હિંમતનગર થી ધનસુરાને જોડતા સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તસોદના રણાસણ નજીકની આ ઘટનામાં કાર ઓવરટેઈક કરી રહી હતી, એ દરમિયાન સામે આવતી બાઈકને અડફેટે લીધી હતી. બાઈક ચાલક યુવક પણ કારને અચાનક પોતાની સાઈડમાં સામે આવતી જોઈને સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હતો. તે ડરનો માર્યો બાઈક પર ગભરાઈને કાબૂ ગૂમાવતા કારની આગળની જ સ્લીપ ખાઈ ગયો હતો. જોકે કારે તેને અડફેટે લેતા તે હવામાં ફંગોળાઈ ગયો હતો.
ઘટનાનો વિડીયો અકસ્માત સર્જનાર કારના કેમેરામાં કેદ થયો હતો. હવે આ કારનો અકસ્માત સર્જનારો વિડીયો વાયરલ થવા લાગ્યો છે. ઘટનામાં ઘવાયલ બાઈક ચાલકને ઈજા પહોંચી છે અને તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નજીકની રણાસણ સ્થિત હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યા તેની સ્થિતી નિયંત્રણ હેઠળ હોવાનુ સામે આવ્યુ હતુ. જોકે ઘટના બાદ અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે.
સાબરકાંઠા : ધનસુરા હિંમતનગર સ્ટેટ હાઈવે પર અકસ્માત, કારમાં લગાવેલા CCTVમાં અકસ્માતના દ્રશ્યો કેદ, કારને ઓવરટેક કરતા અકસ્માત સર્જાયો | TV9News#sabarkantha #accident #Gujarat #TV9News pic.twitter.com/datmVK6xeW
— Tv9 Gujarati (@tv9gujarati) May 31, 2023
હિંમતનગર સિવલમાં રખડતા શ્વાનનો ત્રાસ
હિંમતનગર સિવિલ હોસ્પિટલ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કરોડોના ખર્ચ બાદ પણ જાણે કે છેલ્લા કેટલાક વર્ષથી સ્થિતી ઠેર ઠેર છે. અયોગ્ય દેખરેખને લઈને જાણે કે તંત્રની બેદરકારી સિવિલમાં જોવા મળી રહી છે. ક્યારેક પિવાના પાણીની સમસ્યા હોય કે, ગંદકીની સમસ્યા વર્તાઈ રહી હોય છે. આ દરમિયાન હિંમતનગર સિવિલમાં હવે વોર્ડની લોબીમાં રખડતા જોવા મળતા હોવાનો વિડીયો વાયરલ થવા લાગ્યા છે. વિડીયો સામે આવ્યા છે કે, સિવિલના ચોથા માળ પર શ્વાનના ટોળા ફરી રહ્યા છે.
દર્દીઓમાં એક પ્રકારે ભય વર્તાઈ રહ્યો છે કે, કોઈ દર્દીને હાનિ પહોંચાડે કે નવજાત બાળકોના વોર્ડમાં શ્વાસ ઘૂસીને કોઈ બાળકને ઈજા પહોંચાડે તો. આવા અનેક પ્રકારના ભય અહીં જોવા મળી રહ્યા છે. આવા શ્વાન શેરીઓ-ગલીઓમાં ફરતા હોય એમ વોર્ડની લોબીમાં ફરત જોવા મળી રહ્યા છે અને તેને અટકાવવા માટે કોઈ જ વ્યવસ્થા નથી.