Weather News Gujarat : અમરેલીના સાવરકુંડલાના પંથકમાં ભારે વરસાદ ખાબક્યો, ખેડૂતો ચિંતામા, જુઓ Video

| Edited By: | Updated on: Mar 31, 2023 | 7:46 AM

અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણે પલટો માર્યો હતો. સાવરકુંડલા પંથકના મેરીયાણા, ભમર સહિતના આસપસના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. તેવામાં ગઈકાલે રાત્રે અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણે પલટો માર્યો હતો. સાવરકુંડલા પંથકના મેરીયાણા, ભમર સહિતના આસપસના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન થવાની ભીતિ છે. આ અગાઉ પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.

આ પણ વાંચો : Gujarat weather : ફરી પાછી માવઠાની વકી, ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની આગાહી,ઉનાળામાં ગરમી હજુ પાછી ઠેલાઈ,

અંબાજીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

તો બીજી તરફ બનાસકાંઠાના અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ થતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. અંબાજીમાંથી પસાર થતો હાઈ-વે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બજારો અને રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા. અંબાજીમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. અનેક સોસાયટીમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી હતી.

આ તરફ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ, નવસારી, દાહોદ, સુરતમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે. કેટલાક સ્થળે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા થઈ શકે છે. જો કે, રાહતની વાત એ છે કે, આવતીકાલથી રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત્ છે. તો આગામી બે દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થશે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…