AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat weather : ફરી પાછી માવઠાની વકી, ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની આગાહી,ઉનાળામાં ગરમી હજુ પાછી ઠેલાઈ,

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે .ગત રાત્રે   ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણ, ખોખરી, મોટી ખોખરી, રેટા કાલાવડ, ધતુરિયા, લાલ્પરડા, લાલુકા, જૂનીફોટ, સહિતના ગામોમાં ગાજવીજ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. એટલું જ નહીં સ્થાનિક નદીઓમાં પણ નવા નીર આવ્યાં છે.

Gujarat weather : ફરી પાછી માવઠાની વકી, ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની આગાહી,ઉનાળામાં ગરમી હજુ પાછી ઠેલાઈ,
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 3:10 PM
Share

ગુજરાતમાં જાણે શિયાળા પછી તુરંત ચોમાસું બેસી ગયું ગયું હોય તેવો માહોલ છે. વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના પગલે કમોસમી માવઠાના દિવસો જ વધતા જ જાય છે. ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાક નષ્ટ થઈ ગયો છે. તેમાં વળી પાછી હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી વરસાદની સંભાવના છે. આવતીકાલથી રાજ્યમાં હળવો વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના છે. 24 માર્ચે ઓછા વરસાદની શક્યતા છે. આગામી 4 દિવસ સુધી ગરમીની કોઈ શક્યતા નથી.

પૂરઝડપે પવન ફૂંકાશે અને વરસાદ થશે

  1. 21 માર્ચ- અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત અને તાપીમાં વરસાદની વકી. અમરેલી, ભાવનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવા વરસાદની વકી
  2. 22 માર્ચના  રોજ  બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર,પરોબંદર, જુનાગઢ, અમરેલી, ભાનવગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદ થશે.
  3. 23 માર્ચ – બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર, કચ્છ, દ્વારકા, રાજકોટ, દીવ દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતા, 40 કિલોમીટરથી ઓછી ઝડપે પવન ફૂંકાય તેમજ વીજળી સાથે છૂટાછવાયા મધ્યમ ઝાપટા પડે
  4. 24 માર્ચ- ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું રહેશે
  5. 25 માર્ચ- ગુજરાતના તમામ જિલ્લાઓ , સૌરાષ્ટ્ર , કચ્છ તેમજ દીવ અને દાદરા નગર હવેલીમાં વરસાદની શકયતા હાલ નથી.

પાકને નુકસાનથી ખેડૂતો બેહાલ

હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે હાલ ખેતરોમાં ઉભા પાક તૈયાર છે.ખાસ કરીને અનાજ ઉપરાંત બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે પણ આ માવઠુ નુકસાન કરનારુ છે.

ગત રાત્રે  કચ્છમાં સતત ચોથા દિવસે  કમોસમી વરસાદ થયો હતો તો બીજી તરફ   દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે .ગત રાત્રે   ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણ, ખોખરી, મોટી ખોખરી, રેટા કાલાવડ, ધતુરિયા, લાલ્પરડા, લાલુકા, જૂનીફોટ, સહિતના ગામોમાં ગાજવીજ પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા હતા. એટલું જ નહીં સ્થાનિક નદીઓમાં પણ નવા નીર આવ્યાં છે. તો બીજી તરફ આસપાસના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે..જેને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે.

મુખ્યમંત્રીએ તાજેતરમાં જ વરસાદથી નુકસાનની સમીક્ષા કરી હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ યોજીને કરી હતી. ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. તેમજ આગામી  આગાહીને પગલે જિલ્લા કલેક્ટરને  સચેત રહેવા માટેના આદેશ પણ આપ્યા હતા.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">