Amreli : સમઢીયાળા ગામમાં શ્વાને એક જ પરીવારના બે બાળકો પર કર્યો હુમલો, સારવાર અર્થે રાજકોટ ખસેડાયા
સમઢીયાળી ગામમાં શ્વાને બે બાળકો પર હુમલો કર્યો છે. ખેત મજૂરી કરતા એક જ પરીવારના બે બાળકો પર શ્વાન તૂટી પડ્યાં હતા અને બાળકોને બચકા ભર્યા હતા. શ્વાન હુમલામાં બંને બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
અમરેલીના બગસરા તાલુકાના સમઢીયાળા ગામમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. સમઢીયાળી ગામમાં શ્વાને બે બાળકો પર જીવલેણ હુમલો કર્યો છે. ખેત મજૂરી કરતા એક જ પરીવારના બે બાળકો પર શ્વાન તૂટી પડ્યાં હતા અને બાળકોને બચકા ભર્યા હતા. શ્વાન હુમલામાં બંને બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
આ પણ વાંચો : Auction Today : અમરેલીના લાઠીમાં સ્થાવર ઔધોગિક જમીન અને બિલ્ડિંગની ઇ-હરાજી, જાણો વિગતો
બાળકોની સ્થિતિ ગંભીર હોવાથી બંનેને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડાયાવામાં આવ્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધી સમઢીયાળી ગામમાં 4 જેટલા બાળકો પર શ્વાન હુમલા કરી ચૂક્યાં છે. જેને લઇ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકો જલ્દી રખડતા શ્વાનને પકડવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે. તો બીજી તરફ સવાલ થઇ રહ્યાં છે કે ક્યાં સુધી નિર્દોષ બાળકો રખડતા શ્વાનનો શિકાર બનતા રહેશે.
રાજ્યમાં અન્ય વિસ્તારમાં શ્વાનનો આતંક
ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાને 5 વર્ષના બાળકને બચકાં ભરી લેતા બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતા બાળકનું મોત થયું હતું. બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બાળકના માતા- પિતાના સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રુદનથી સમગ્ર સિવિલમાં શોકની લાગણી પ્રસરી હતી. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક બંધ થવાનું નામ લેતું નથી. થોડા દિવસો અગાઉ ખજોદમાં બાળકીને શ્વાને બચકા ભરતા બાળકીનું મોત નીપજ્યું હતું.
તો બીજી તરફ વડોદરાની જુનીગઢી વિસ્તારમાં રખડતા શ્વાનને કારણે બાઇક ચાલક નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી હતી. શ્વાન બાઈક ચાલક પાછળ દોડતા અને ભસતા બાઈક ચાલક ડરી ગયો હતો. જેમાં બાઈક ચાલક પરેશ જીગરને સ્પીડ બ્રેકર ન દેખાતા રોડ પર પટકાયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બાઈક ચાલકને અકસ્માતમાં માથા, પાંસળીઓ અને ખભા ભાગે પહોંચી ઈજા હતી. જેને સ્થાનિકો દ્વારા તાત્કાલીક ધોરણે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
થોડા દિવસ અગાઉ જામનગરના ધુતારપર-ધુળશિયા સીમ વિસ્તારમાં શ્વાને કેટલાક લોકો પર બચકા ભર્યાની ઘટના સામે આવી હતી. જેના કારણે બે બાળક, વૃદ્ધા સહિત ચાર વ્યકિત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમને હાલ જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો