આજનું હવામાન : આકાશમાંથી વરસશે અગનગોળા ! અમદાવાદમાં સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, જુઓ Video

|

May 23, 2024 | 11:02 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં હીટવેવની આગાહી છે. આજથી આગામી ચાર દિવસ ભયંકર ગરમીનો સામનો કરવો પડશે . આજે અમદાવાદમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યમાં હીટવેવની આગાહી છે. આજથી આગામી ચાર દિવસ ભયંકર ગરમીનો સામનો કરવો પડશે . આજે અમદાવાદમાં પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે.

બે દિવસ બાદ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. ઉત્તર ગુજરાતમાં ભીષણ ગરમી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ભાવનગરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ તરફ કચ્છ અને અમરેલીવાસીઓએ કાળઝાળ ગરમી સહન કરવી પડશે. દક્ષિણ ગુજરાત અને સુરતમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાત્રે પણ અત્યંત બફારાનો સામનો કરવો પડી શકે છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video