આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 31, 2024 | 8:08 PM

ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદની આગાહી કરવામાં આવ્યો છે. ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફસૉર ટ્રફ, શિયારઝોન સિસ્ટમ સક્રિય થઈ હોવાના પગલે ભારે વરસાદની શક્યતાઓ છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, બોટાદ, કચ્છ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમરેલી, આણંદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા, મહિસાગર, મોરબી, પાટણ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ તરફ વલસાડ, તાપી, સુરત, પોરબંદર, ગીર સોમનાથ, દાહોદ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Published on: Jul 31, 2024 10:21 AM