હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, હોળીથી એપ્રિલ સુધી વધશે પવનનું જોર, કેરીના પાકને નુકસાનની ભીતિ- વીડિયો

|

Mar 21, 2024 | 7:49 PM

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવામાનને લઈને મોટી આગાહી કરી છે. હોળી ઉપર રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. દેશના પૂર્વીય ભાગોમાં કરા સાથે વરસાદની આગાહી છે. હોળીથી એપ્રિલ સુધી પવનનું જોર વધશે અને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. કચ્છ સહિત રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. હોળી ઉપર વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. દેશની પૂર્વીય ભાગોમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી છે. રાજ્યમાં 3 એપ્રિલથી 10 એપ્રિલ સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે.

દક્ષિણ ભાગના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર નોંધાશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પવન સાથે કરા પડવાની સંભાવના છે. મે મહિનામાં આંધી વંટોળ ફુંકાવાની આગાહી છે. મિશ્ર હવામાનના કારણે પાકને પાકને અસર થઈ શકે છે. ખાસ કરીને કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે.

આ પણ વાંચો: અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ જેની ઠુમ્મરને ઉતારશે મેદાને, લેઉવા પાટીદાર ચહેરા પર કોંગ્રેસે ઉતારી પસંદગી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video