રાજ્યમાં ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતવાસીઓને દેહ દઝાડતી ગરમીનો કરવો પડશે સામને

|

May 23, 2024 | 3:52 PM

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને આગાહી કરી છે કે ગુજરાતવાસીઓએ દેહ દઝાડતી ગરમીનો સામનો કરવો પડશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભીષણ ગરમી પડવાનુ અનુમાન છે. 26 મે સુધી ગરમીમાંથી રાહત મળવાની કોઈ સંભાવના દેખાતી નથી.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈને આગાહી કરી છે કે રાજ્યમવાસીઓએ હજુ આગ વરસાવતી ગરમીનો સામનો કરવો પડશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભીષણ ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં પણ કાળઝાળ ગરમી પડવાની સંભાવના છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 26 મે થી ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવી શકે છે. 26 થી ગરમીમાં ઘટાડો થવાની શરૂઆત થશે. 26 મે થી 4 જૂન વચ્ચે તાપમાન 38 ડિગ્રી સુધી ગગડી શકે છે.

આ તરફ ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે રાજ્યમાં 14 જૂનથી વિધિવત ચોમાસુ બેસી જશે. 14 જૂનથી વિધિવત ચોમાસુ રાજ્યમાં શરી થઈ શકે છે. 7 થી 14 જૂન વચ્ચે મજબુત પ્રિમોન્સુન એક્ટિવિટિ જોવા મળી શકે છે.રાજ્યમાં જુલાઈ અને ઓગષ્ટમાં ભારથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરી આગાહી, આ તારીખથી ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ -Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:43 pm, Thu, 23 May 24

Next Video