Breaking News : રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર, જાણો તારીખ

Breaking News : રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર, જાણો તારીખ

| Edited By: | Updated on: Sep 15, 2026 | 5:59 PM

રાજકોટ શહેરમાં 16 થી 21 સપ્ટેમ્બર દરમિયાન છ દિવસનો પાણીકાપ જાહેર કરાયો છે. નર્મદાની મુખ્ય પાઇપલાઇનના મેન્ટેનન્સ અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શટડાઉનને કારણે આ નિર્ણય લેવાયો છે.

રાજકોટ શહેરના રહેવાસીઓને ભરચોમાસે પાણીકાપનો સામનો કરવો પડશે. આગામી 16 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટના વિવિધ વિસ્તારોમાં છ દિવસ માટે પાણી વિતરણ ખોરવાશે. આ પાણીકાપ નર્મદાની મુખ્ય પાઇપલાઇનના મેન્ટેનન્સ અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા 18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન જાહેર કરાયેલા શટડાઉનને કારણે લાદવામાં આવ્યો છે. આ શટડાઉનની સીધી અસર રાજકોટ શહેરની પાણી વિતરણ વ્યવસ્થા પર પડશે.

પાણીકાપના સમયગાળા દરમિયાન, 16 અને 17 સપ્ટેમ્બરે સામાકાંઠા વિસ્તાર અને ઇસ્ટ ઝોનના વોર્ડ નંબર 5 અને 4 માં અસર થશે. 18 સપ્ટેમ્બરે ત્રણેય ઝોનના રૈયાધાર, જ્યુબેલી, જંકશન પ્લોટ, ગોંડલ ગ્રામ અને મવડી જેવા વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાશે.

19 સપ્ટેમ્બરે રૈયાધાર, ચંદ્રેશનગર, 150 ફૂટ રિંગરોડ અને બેડીપરા સહિતના વિસ્તારોમાં પાણીકાપ રહેશે, જ્યારે 20 અને 21 સપ્ટેમ્બરે પણ અન્ય વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા રહેશે. રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા અપીલ કરી છે.

માંડવીમાં 6 ઇંચ વરસાદથી સરકારી હોસ્પિટલ બેટમાં ફેરવાઈ, અંજારની સોસાયટીઓના ઘરોમાં ઘૂસ્યા પાણી

Follow Us
Loading...
Unable to load recommendations.