Bhavnagar : મહુવામાં ભારે વરસાદથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાયા, મેડિકલ સુવિધાઓ બંધ કરાઈ, જુઓ Video
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. કમોસમી વરસાદ ખાબક્તા વડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અંદર સુધી પાણી ભરાયા છે.
ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયા છે. કમોસમી વરસાદ ખાબક્તા વડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અંદર સુધી પાણી ભરાયા છે. પાણી ભરાવવાને કારણે જરુરી મેડિકલ સુવિધાઓ અટવાયા છે.પાણીનું સ્તર વધવાના કારણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે. આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા ભારે હાલાકી થઈ છે. મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી ખેતરો ધોવાતા ગામમાં પાણી ફરી વળ્યા છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાતા બંધ કરવાની ફરજ પડી
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ ખાબક્તા ભાવનગરના મહુવાના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મહુવામાં ભારે વરસાદના કારણે વડલી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અંદર સુધી પાણી ભરાયા છે. જેના પગલે આરોગ્ય કેન્દ્ર બંધ કરવાની ફરજ પડી છે. ગામમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે.
