Gujarati VIDEO : ખેડા જિલ્લાના આ ગામમાં હોલિકા દહન બાદ ઘગધગતા અંગારા પર ચાલવાની પરંપરા, જુઓ VIDEO

પલાણા ગામમાં હોળીના દહન બાદ અંગારા પાથરી દેવામાં આવે છે અને બાદમાં ગામના વડીલો, યુવક અને યુવતીઓ એક બાદ એક ખુલ્લા પગે અંગારા પરથી પસાર થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 8:55 AM

Kheda : ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામમાં હોળીના દિવસે અંગારા પર ચાલવાની અનોખી પરંપરાની ઉજવણી કરાઈ. પલાણા ગામમાં હોળીના દહન બાદ અંગારા પાથરી દેવામાં આવે છે અને બાદમાં ગામના વડીલો,યુવક અને યુવતીઓ એક બાદ એક ખુલ્લા પગે પસાર થાય છે.

હોળીના દહન બાદ પાથરી દેવામાં આવે છે અંગારા

આ પરંપરા ક્યારથી શરૂ થઈ તેની કોઈને જાણ નથી,પરંતુ અંદાજીત 100 વર્ષથી આ પરંપરા ચાલી રહી છે. ગ્રામ્યજનોનુ માનવુ છે કે આ ઘગઘગતા અંગારા પર ચાલવાથી બિમારી થતી નથી અને આખુ વર્ષ સારૂ જાય છે. તો અહીંના લોકોને માતાજી પર એવી શ્રધ્ધા છે કે અત્યાર સુધીમાં અંગારા પર ચાલનાર કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી.

વરસાદી ઝાપટાઓ વચ્ચે આસ્થાભેર થયું હોલિકા દહન

ગુજરાતમાં વરસાદી માવઠા વચ્ચે હોળી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં ગાયના છાણમાંથી 60 ટન ગૌ-કાષ્ટની હોળીનું પ્રાગ્ટ્ય કરવામાં આવ્યું અને હોલિકા દહન સમયે લાકડાની જગ્યાએ વૈદિક હોળી ઉજવવામાં આવી. તો આ તરફ અમદાવાદ અને વડોદરામાં શ્રદ્ધાળુઓએ હોળીની પરંપરાગત પદ્ધતિથી પૂજા-અર્ચના કરી હતી. રાજકોટના પ્રાચીન પંચનાથ મંદિરમાં વરસાદી છાંટા વચ્ચે હોલિકા દહન કરાયું હતું. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હોળીના દર્શન કર્યા હતા.

Follow Us:
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
g clip-path="url(#clip0_868_265)">