ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી… 98 તાલુકા પાણી-પાણી થયા બાદ હજુ પણ મુશળધાર વરસાદની ‘મોટી આગાહી’ – જુઓ Video

| Updated on: Jul 06, 2026 | 7:29 PM

ગુજરાતમાં ફરી એકવાર મેઘમહેર જોવા મળી રહી છે, જેમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 98 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, વાપી અને પારડીમાં ભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યના ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ભારે ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી એકવાર મેઘમહેર જોવા મળી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી ધબધબાટી બોલાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 98 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

આ વરસાદી માહોલ વચ્ચે સૌથી વધુ વરસાદ સુરતમાં 4.41 ઇંચ ખાબક્યો છે. આ ઉપરાંત, વાપીમાં 4.13 ઇંચ અને પારડીમાં 4.09 ઇંચ વરસાદ નોંધાયો છે. ધ્યાન દોરવા જેવું એ છે કે, મહીસાગરના ખાનપુરમાં 3.86 ઇંચ વરસાદ પડ્યો છે. જણાવી દઈએ કે, મેઘરાજાની આ ધબધબાટી વચ્ચે રાજ્યના 8 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ અને 42 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હજુ પણ આગામી બે કલાકમાં ભારે ગાજવીજ સાથે અતિ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી અને વલસાડમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વધુમાં, તાપી, ડાંગ અને નર્મદામાં પણ અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટમાં પણ મુશળધાર વરસાદની આગાહી છે.

બીજી તરફ, દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને નવસારીમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે. આમાં વલસાડના વાપીમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે નાના પોંઢામાં 3 ઈંચ અને પારડીમાં પોણા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે જ રાજ્યના 13 તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

અંબાજીમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, બજારોમાં પાણી ભરાયા, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Follow Us