Vadodara Video : વુડા સર્કલ નજીક પડેલા મસમોટા ભૂવાનું સમારકામ હાથ ધરાયું, વિપક્ષે મેયર ફોન ન ઉપાડતા હોવાના કર્યા આક્ષેપ
વડોદરામાં ધોધમાર વરસાદ બાદ વીઆઈપી રોડ પર આવેલા વુડા સર્કલ નજીક થોડા દિવસ પહેલા મસમોટો ભૂવો પડ્યો હતો.આખેઆખી બસ સમાઈ જાય એટલો મોટો આ ભૂવો પડ્યો હતો.જ્યાં ભુવો પડ્યો છે તે સ્થળે મેયરે મુલાકાત કરી છે.
વડોદરામાં ધોધમાર વરસાદ બાદ વીઆઈપી રોડ પર આવેલા વુડા સર્કલ નજીક થોડા દિવસ પહેલા મસમોટો ભૂવો પડ્યો હતો.આખેઆખી બસ સમાઈ જાય એટલો મોટો આ ભૂવો પડ્યો હતો.જ્યાં ભુવો પડ્યો છે તે સ્થળે મેયરે મુલાકાત કરી છે.
મેયરે ભૂવાના સમારકામનું પણ નિરીક્ષણ કર્યુ છે. આ સાથે જ તેમણે જણાવ્યુ હતુ કે ભૂવો પડ્યાના ચોથા દિવસે ભૂવાનુ સમારકામ કરવા માટે સામાન પહોંચ્યો છે. તેમજ સમારકામ પણ હાથ ધરવામાં આવ્યુ છે. તેમજ તેમણે જણાવ્યુ કે રાત્રી બજારમાં પાણીની સપ્લાય માટેની મુખ્યલાઈનમાં ભંગાણ હોવાના કારણે આ ભૂવો પડ્યો હોવાની આશંકા છે.
એક તરફ વડોદરાના મેયર વરસાદ બાદ ફિલ્ડ મુલાકાત કરતા નજરે પડે છે.બીજી તરફ વિપક્ષનો આરોપ છે કે વારંવાર ફોન કરવા છતાં મેયર ફોન ઉપાડતા નથી. વોર્ડ નંબર 16 કાઉન્સિલરે આક્ષેપ કર્યો કે મેયર ફોન રિસીવ નથી કરતા.