ગુજરાતના અનેક શહેરમાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય, ખેડૂતો પાકને લઇને ચિંતામાં મુકાયા, જુઓ વીડિયો
વિઝીબીલિટી ઓછી હોવાથી કારની લાઈટ ચાલી રાખવાની ફરજ પડી. વહેલી સવારથી જ ધુમ્મસના કારણે ટ્રાફિક અવરોધાયો હતો, બીજી તરફ ગાઢ ધુમ્મસના કારણે શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વ્યાપી છે.
કડકડતી ઠંડી વચ્ચે ગુજરાતના અનેક શહેરમાં ગાઢ ધુમ્મસ છવાયો છે. હાઈવે પર ધુમ્મસ હોવાથી વાહનચાલકોને હાલાકી સર્જાઇ રહી છે. વિઝીબીલિટી ઓછી હોવાથી કારની લાઈટ ચાલી રાખવાની ફરજ પડી. વહેલી સવારથી જ ધુમ્મસના કારણે ટ્રાફિક અવરોધાયો હતો, બીજી તરફ ગાઢ ધુમ્મસના કારણે શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોની ચિંતા વ્યાપી છે.
સુરત જિલ્લામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળ્યુ હતુ. જિલ્લામાંથી પસાર થતા હજીરા ધુલીયા હાઇવે પર ગાઢ ધુમ્મસ છવાયુ હતુ.ધુમ્મસને કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. વિઝીબીલિટી ઓછી હોવાથી વાહનચાલકો કારની લાઈટ ચાલુ રાખીને કાર ચલાવવા મજબૂર બન્યા હતા.
આ પણ વાંચો-સુરતમાં ખાખીએ માનવતા મહેકાવી, ફૂટપાથ પર સુતેલા લોકોને ગરમ કપડાંનું વિતરણ કરાયું, જુઓ વીડિયો
બીજી તરફ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકમાં ધુમ્મસ છવાયેલુ જોવા મળ્યુ. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી. વહેલી સવારથી જ ધુમ્મસના કારણે ટ્રાફિક અવરોધાયો હતો. ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોને પાકમાં ફૂગ જન્ય રોગો વધવાની શક્યતા વધી છે.