Rain Breaking : ડાંગમાં વરસાદી માહોલ, સાપુતારામાં સર્જાયું આહલાદક વાતાવરણ, જુઓ Video

Rain Breaking : ડાંગમાં વરસાદી માહોલ, સાપુતારામાં સર્જાયું આહલાદક વાતાવરણ, જુઓ Video

| Edited By: | Updated on: May 27, 2025 | 11:32 AM

ડાંગ અને મહારાષ્ટ્ર સરહદી વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે ગુજરાતના પ્રખ્યાત હિલ સ્ટેશન સાપુતારામાં ધુમ્મસ છવાયું છે. ધુમ્મસને કારણે વિઝીબિલીટી ઘટી ગઈ છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. તો બીજી તરફ વરસાદમાં સાપુતારામાં કુદરતી સૌદર્યં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.

વરસાદ આવતાની સાથે સાપુતારામાં પ્રવાસીઓનો ભારે ઉછાળો જોવા મળ્યો છે. પ્રવાસીઓ વરસાદ અને ધુમ્મસના આહલાદક વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. રોહિર, અંબોલી, વરઘામ, કટારગામ, અને વહેંગીપુર જેવા ગામોમાં પણ સારો વરસાદ પડ્યો છે.ડાંગ જિલ્લાના છટડીયા અને પીઠા ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સાપુતારામાં સર્પગંગા તળાવ પર પડેલી ધુમ્મસની ચાદર એક નયનરમ્ય નજારો રજૂ કરી રહી છે.

સુરતમાં ખાબક્યો વરસાદ

બીજી તરફ સુરત શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. સુરતના કેટલાક વિસ્તારોમાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. સુરતના કતારગામ, લાલ દરવાજા અને રાંદેર જેવા મુખ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. અમરોલી, વરાછા અને જહાંગીરપુરા જેવા વિસ્તારોમાં પણ વહેલી સવારે વરસાદ પડ્યો હતો.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..