Vadodara Rain : વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, કાલા ઘોડા અને મંગલ પાંડે બ્રિજ પર વાહન વ્યવહાર શરુ, જુઓ Video

|

Jul 27, 2024 | 11:01 AM

વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્તા વિશ્વામિત્રી નદીના પાણી શહેરના કેટલા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. પરંતુ ભારે વરસાદ બાદ વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતા મોટી રાહત થઈ છે.

છેલ્લા બે દિવસમાં વડોદરામાં પણ મેઘરાજાએ ધૂંઆધાર બેટિંગ કરી છે. વડોદરામાં ધોધમાર વરસાદ ખાબક્તા વિશ્વામિત્રી નદીના પાણી શહેરના કેટલા વિસ્તારોમાં ફરી વળ્યા હતા. પરંતુ ભારે વરસાદ બાદ વડોદરાની વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.

આજવા ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરાતા મોટી રાહત થઈ છે. હાલમાં વિશ્વામિત્રીની જળ સપાટી 24.64 ફૂટ નોંધાઈ છે. જળસ્તર ઘટતા કાલા ઘોડા અને મંગલ પાંડે બ્રિજ પર વાહન વ્યવહાર શરુ થયો છે.

રસ્તા પર જોવા મળ્યા મગર

બીજી તરફ વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં મગર જોવા મળ્યા છે. વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારમાં મગર ટહેલતા જોવા મળ્યા છે. મગર દેખાતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે. વડોદરા નજીક ચાપડ ગામ પાસે મહાકાય મગર પાણીમાં ટહેલતો જોવા મળ્યો હતો. તેમજ વડસર બાદ અકોટામાં દર્શનમ એવન્યુ બહાર મગર જોવા મળ્યો હતો.

 

Next Video