Breaking News : સોમનાથ-જબલપુર ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી પોલીસ સકંજામાં, જામનગરથી ધરપકડ, જુઓ Video

Breaking News : સોમનાથ-જબલપુર ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી પોલીસ સકંજામાં, જામનગરથી ધરપકડ, જુઓ Video

| Edited By: | Updated on: Dec 02, 2025 | 11:24 AM

અમદાવાદના વિરમગામ પાસેથી ટ્રેનમાં બોમ્બ મુકવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ કરાઈ છે. સોમનાથ-જબલપુર ટ્રેનનમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો કોલ જામનગર પોલીસને મળતા દોડધામ મચી હતી.

અમદાવાદના વિરમગામ પાસેથી ટ્રેનમાં બોમ્બ મુકવાની ધમકી આપનારા શખ્સની ધરપકડ કરાઈ છે. સોમનાથ-જબલપુર ટ્રેનનમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો કોલ જામનગર પોલીસને મળતા દોડધામ મચી હતી. જે બાદ રેલવે વિભાગનો સંપર્ક કરી ટ્રેનને વિરમગામ રેલવે સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. સવા કલાક સુધી ટ્રેનનું ચેકિંગ કરાયું હતું. ત્યારબાદ અમદાવાદ તરફ રવાના કરવામાં આવી હતી. ધમકીનો કોલ કરનાર યુવકને પોલીસ પકડી પાડ્યો છે. આરોપીએ પિતા સાથે ઝઘડો થતા પોલીસને ફોન કરીને ધમકી આપી હતી.

આરોપીની જામનગરથી કરી ધરપકડ

પ્રાપ્ત થતી માહિતી અનુસાર યુવક જામનગરનો હોવાનું સામે આવ્યું છે. હાપા માર્કેટયાર્ડમાં મગફળીનો યોગ્ય ભાવ ન મળતા પિતા અને પુત્ર વચ્ચે રકઝક થયેલી. જે બાદ પુત્ર ગુસ્સે ભરાઈને નીકળી ગયો. જે બાદ 100 નંબર ડાયલ કરી રાજકોટ કંટ્રોલમાં ધમકી આપી હતી કે  હું જામનગરનું રેલવે સ્ટેશન બોમ્બથી ઉડાવી દેવાનો છું. જો કે, તેને પકડી પડાયો છે. રેલવે સ્ટેશન અને ટ્રેનમાં ચેકિંગ દરમિયાન પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો