Ahmedabad : રાશન કાર્ડના E-KYCના ધાંધિયાથી લોકો પરેશાન ! વિરમગામ કચેરીમાં સવારથી લોકોની લાંબી કતારો, જુઓ Video

| Edited By: | Updated on: Nov 28, 2024 | 2:49 PM

અમદાવાદના વિરમગામ તાલુકા સેવાસદન રેશનકાર્ડ KYC કરાવવા ખાતે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. E-KYC અપડેટ કરાવવા માટે લોકો વહેલી સવારથી લાઈનોમાં લાગ્યા છે. મોડે સુધી વારો નહીં આવતા લોકો હેરાન પરેશાન થયા છે.

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રાશન કાર્ડની E – KYC માટે જનસેવા કેન્દ્ર અને આધારકાર્ડ કેન્દ્રો પર લોકોની લાંબી કતારો લાગી છે. તો કેટલાક કેન્દ્રો પર સિસ્ટમ ખોટવાતા લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. રેશનકાર્ડનો લાભ લેવા ઈચ્છા લોકો માટે E-KYC ફરજિયાત કરવામાં આવ્યુ છે. ત્યારે તંત્રની બેદરકારી અપૂરતી સુવિધાના અભાવે લોકો હાલાકી વેઠવા મજબુર બન્યા છે.

E-KYCના ધાંધિયાથી લોકો પરેશાન

અમદાવાદના વિરમગામ તાલુકા સેવાસદન રેશનકાર્ડ KYC કરાવવા ખાતે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. E-KYC અપડેટ કરાવવા માટે લોકો વહેલી સવારથી લાઈનોમાં લાગ્યા છે. મોડે સુધી વારો નહીં આવતા લોકો હેરાન પરેશાન થયા છે.

વૃદ્ધો,અશક્ત દર્દી પણ રેશનકાર્ડ E-KYC અપડેટ કરાવવા લાઈનોમાં ઉભા રહેતા નજરે પડ્યા. ત્યારે સસ્તા અનાજ દુકાનદારને રેશનકાર્ડ KYCની કામગીરી સોંપી હોવા છતાં KYCની કામગીરી ન કરી આપતા હોવાનો પણ લોકોએ આરોપ લગાવ્યો છે. જેને લઈને લોકોને પોતાના કામ-ધંધા સાઈડમાં મુકી સવારથી સાંજ સુધી બેસવા મજબૂર બન્યા છે.