Rajkot News : વરસાદી સિઝનમાં વકર્યો રોગચાળો, સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગોના 1967 દર્દી નોંધાયા, જુઓ Video
ગુજરાતમાં ચોમાસાની શરુઆતમાં જ રોગચાળાએ માથુ ઉંચક્યું છે. ત્યારે રાજકોટમાં વરસાદી સિઝનમાં રોગચાળો વકર્યો છે. સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગોના 1967 દર્દી નોંધાયા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર શરદી, ઉધરસ, તાવ અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો થયો છે.
ગુજરાતમાં ચોમાસાની શરુઆતમાં જ રોગચાળાએ માથુ ઉંચક્યું છે. ત્યારે રાજકોટમાં વરસાદી સિઝનમાં રોગચાળો વકર્યો છે. સિવિલ હોસ્પિટલમાં વિવિધ રોગોના 1967 દર્દી નોંધાયા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર શરદી, ઉધરસ, તાવ અને ઝાડા-ઊલટીના કેસમાં વધારો થયો છે. ત્યારે શરદીના 703, તાવના 916, ઝાડા-ઊલટીના 342 અને કમળાના 3 કેસ નોંધાયા છે.
ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડના એક-એક કેસ નોંધાયા છે. વરસાદ વરસતા જ પાણીજન્ય રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો છે. આરોગ્ય વિભાગે રોગચાળો અટકાવવા કાર્યવાહી કરી હોવાનો દાવો કરી રહ્યું છે.
પાણીજન્ય રોગચાળો વકર્યો
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ચોમાસાની શરૂઆતમાં જ રોગચાળાએ માઝા મૂકી છે. ચોમાસાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. પાણીજન્ય રોગચાળો વકરતાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તો શહેરમાં શરદીના 703, સામાન્ય તાવના 916, ઝાડા-ઉલટીના 342 અને કમળાના ત્રણ કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ટાઈફોડનો એક કેસ નોંધાયો.તો રોગચાળો અટકાવવાં આરોગ્ય વિભાગ દ્વારા ગત વર્ષની પેટનના આધારે કામગીરી હાથ ધરાશે.
